December 10, 2023

દેડીયાપાડા તાલુકામાં વિધવા માતાને તેની વિધવા દિકરી માનસિક ત્રાસ આપી ઘર માંથી કાઢી મૂકતાં અભયમે સમાધાન કરાવ્યું

Share to



નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા માંથી એક વિધવા મહિલા નો ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કોલ આવેલ અને જણાવેલ કે તેમની દીકરી હેરાનગતિ કરે છે અને મારે છે અને ઘર માંથી કાઢી મૂક્યા છે જેથી રાજપીપલા અભયમ ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સિલગ કરી સમાધાન કરાવ્યું હતું.

મળતી માહિતી મુજબ પીડિત મહિલા જણાવતા કે ચાર વર્ષ થી તેમના પતિ ગુજરી ગયા છે તેઓ એકલાજ મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવતા હતા. ત્યારબાદ મારી દીકરી ના પતિ પણ મૃત્યુ પામ્યા માટે તે એની દીકરી ને લઈ પિયર રહેવા આવી ગઈ.એક વર્ષ થી મને માનસિક ત્રાસ આપે છે. અને મારું ઘર એના નામ પર કરી લીધું અને મને ઘર માંથી કાઢી મૂકે છે. મારું ઘર છે મે બનાવ્યું હતું. અને તારા અને પપ્પા પાછળ પાંચ લાખ રૂપિયા ખર્ચો કર્યો તે મને આપી દે અને અહીથી નીકળી જા. એમ કરી પત્થર લઈ મારવા આવે. ઘરે જ રહે હું એકલી મજૂરી કરી ઘરમાં બધું લાવું છું. મને ખૂબ જ હેરાન કરે છે. ત્યારબાદ તેમની દીકરી નું અસરકારક કાઉંસેલિંગ કર્યું અને તેઓ જણાવતા કે ઘર બનાવવા મે મમ્મી ને મદદ કરી હતી તો હું પૈસા માગું છું. ના આપે તો ઘર માંથી નીકળી જાય તેઓ બોલ બોલ કરે તો ગુસ્સો આવે તો મારી દેવાય. ત્યારબાદ તેમને કાયદાકીય માહિતી આપી સમજાવ્યા અને તેમના મમ્મી વિધવા મહિલા છે તો તેમનો સહારો બને અને ઘર સંસાર ચલાવવામાં તેમની મદદ કરે તેમને ભૂલો સમજાતાં માફી માગી હતી. અને ફરી હું ક્યારેય મારી માં ને હેરાન નહિ કરું સારી રીતે રાખીશ તેમ જણાવતા પારિવારિક ઝગડા નું સુખદ સમાધાન કરાવ્યું હતું.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed