November 28, 2023

ડેડીયાપાડા માં માતા-પિતા વગર ના અનાથ બાળકો ને સારા અભ્યાસ માટે યુવાનો એ મદદરૂપ નીવડી ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું

Share to



*આદીવાસી સમાજ માં ગરીબ આદિવાસી બાળકો ને મદદરૂપ થવાની ભાવના*

નર્મદા જિલ્લા ના દેડીયાપાડા ખાતે આવેલ તીર્થ છાત્રાલય માં રેહતા ૯ આંનાથ બાળકો ને જેમને અભ્યાસ માં જરૂરિયાત ની વસ્તુઓનો અભાવ હોવાની માહિતી અંકલેશ્વર ના સેવાભાવી મિત્ર મંડળને નજીવી મદદની જાણ કરતા કોય ની ખુસી માટે આપણે નિમિત્ત બનીએ એજ આપણો શ્રેષ્ઠ કર્મ છે કાર્યને સાર્થક કરવા માટે તીર્થ છાત્રાલય ડેડીયાપાડા ખાતે 9 બાળકો બાળકીઓને અભ્યાસ માટે સ્ટેશનરી સામાન આ જરૂરિયાત મંદ અનાથ બાળકો ને આપવામાં આવ્યુ હતું.

બાળકો ને આપવામા આવેલ કીટ માં વોટરપ્રુફ બેગ, બે પેન્સિલ, બે નોટબુક, કંપાસ, પાણી પીવાની બોટલ નો સમાવેશ કરી કીટ આપી માનવતાનું ખૂબ મોટું કાર્ય કરીને અન્ય ને પણ પ્રેરણા આપી હતી, શાળાના ચાલુ સત્ર ૨૦૨૩/૨૪ ના શૈક્ષણીક વર્ષમાં પોતે સારો અભ્યાસ કરી સારા પરફોર્મન્સ સાથે આગળ વધે એવી કમિટમેન્ટ વિદ્યાર્થીઓએ દાતાઓને આપી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગરીબ અનાથ બાળકો ના ઉત્સાહ વર્ધક આ કાર્ય માં સોલીયા ગામના આગેવાન દિનેશભાઈ વસાવા, કુટીલપાડા ના સુરેન્દ્રભાઈ વસાવાએ સહયોગ આપી એક ઉમદા ઉદાહરણ સમાજ ને આપ્યુ હતું.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to