*મણિપુર માં મહિલાઓ પર કરવામાં આવેલ જઘન્ય અપરાઘ ના વિરોધમાં મહિલા કો-ઓપરેટીવ ની બહેનો દ્વારા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું*
*મહિલાઓ સાથે જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓ ને સખ્ત સજા ની માંગ*
મણિપુર માં આદીવાસી કુકી સમાજની મહીલાઓ સાથે જઘન્ય કૃત્ય કરનાર નરાધમો સામે આદીવાસીઓ સહિત તમામ વર્ગ જાતિ સંપ્રદાય ના લોકો માં ભારે રોષ ફેલાયેલ જોવા મળી રહ્યો છે ત્યારે નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા જેવા આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતી મહીલાઓ એ પણ આજ રોજ ડેડિયાપાડા ખાતે મૌન રેલી કાઢી પ્રાંત અધિકારી ની કચેરીએ પહોચી રાજયપાલ ને સંબોધી લખેલ આવેદનપત્ર પ્રાંત અધિકારીને મહીલા કો-ઓપરેટિવ કો-ઓર્ડીનેટર જેરમાબેન વસાવા, એડવોકેટ પ્રિયંકાબેન વસાવા, વસંતાબેન વસાવા સહિત હેલ્થ વર્કરો, આંગણવાડી કાર્યકર મહીલાઓએ આપ્યુ હતુ.
મહીલાઓ એ આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર દેશના ઇશાન પુર્વોત્તર રાજ્ય મણિપુર માં નારી જાતિ પર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો છે જે માનવજાત ને શર્મશાર કરનારો છે. નારી જે એક શક્તિ છે. નારી નુ અપમાન એ માનવ સમાજ નું અપમાન છે. આ અપરાધ માં જે કોઇ પણ અપરાધી હોય તેને બંધારણીય જોગવાઈઓ મુજબ સખત માં સખત સજા કરવામા આવે, એવી ગુજરાત ની આદિવાસી પટ્ટીમાં નર્મદા જિલ્લા ના દેડીયાપાડા તાલુકા ના આગેવાનો અને મહિલાઓની માગણી છે તેમ જણાવ્યુ હતું.
તેમજ મધ્યપ્રદેશ રાજ્યમાં પણ આદિવાસી સમાજ ના યુવાન પર મુત્રકાંડ કરવામાં આવ્યો તે પણ ખુબ જ નિંદનીય ઘટના બની છે. આવી જાતીય ભેદભાવ ની ઘટનાઓના અપરાધી ઓને પણ સખત સજા થાય એવી અમારી સહુ આદિવાસી સમાજ ના આગેવાનો વડીલો યુવાનો એ અરજ ગુજારી હતી.
*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*