ખટામ ગામે જમીન નાં ભાગ બાબતે ત્રણ ભાઈઓએ ભાઇ ઉપર હુમલો કરી ધમકી આપી;

Share toનર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખટામ ગામે જમીન નાં ભાગ બાબતે ત્રણ ભાઈઓ એ ભાઇ પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સંજયભાઇ નારસીંગભાઇ જાતે વસાવા ઉ.વ.આ.૨૭ ધંધો-ખેતી રહે.ખટામ નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના બનેવી મંછીભાઇ ડુંગરીયાભાઇ વસાવા પોતાના ઘરના આંગણા માં હતા તે વખતે તેમના ભાઈઓ માં (૧) ભયજીભાઇ ડુંગરીયાભાઇ વસાવા (ર) કરશનભાઇ ડુંગરીયાભાઇ વસાવા (૩) દામજીભાઇ ડુંગરીયાભાઇ વસાવા ત્રણેય રહે.ખટામ નિશાળ ફળીયું તા.દેડીયાપાડા જિ.નર્મદા નાઓએ મંછીભાઇને ત્યાં આવી અમો તમોને જમીનનો હિસ્સો આપવાના નથી તેમ કહી ઝઘડો કરી મંછીભાઇ ડુંગરીયાભાઇ વસાવા ને માર મારી ઈજાઓ કરી ત્યાથી જતા જતા આ મંછીભાઇ ને કહેતા હતા કે, આજે તો તમો બચી ગયા છે અને બીજી વાર આ જમીન બાબતે અમારી પાસે માંગણી કરશો તો અમો તમોને જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to