November 29, 2023

એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવા ખાતે GS અને LR ની ચૂંટણી યોજાઈ;

Share to



*EVM પ્રક્રિયા થી તમામ વિદ્યાર્થીઓને મતદાન કરાવી ચૂંટણી પ્રક્રિયા થી અવગત કર્યા*

નેત્રંગ: વિદ્યાર્થીઓ લોકશાહીની પ્રક્રિયાથી અવગત થાય તે હેતુથી ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવા ખાતે GS (જનરલ સેક્રેટરી) અને LR ની ચૂંટણી વિધાનસભાની પ્રક્રિયા મુજબ EVM થી યોજાઈ હતી.

આ ચૂંટણી પ્રક્રિયામાં શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઈ એન.પટેલે વિદ્યાર્થીઓને
માર્ગદર્શન આપ્યું હતું.

નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રણાલિકા એવી ચૂંટણીથી માહિતગાર થાય તે હેતુસર શાળામાં GS અને LR ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 13 વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. શાળાના શિક્ષકોએ પ્રીસાઈડિંગ ઑફિસર, પોલીંગ જેવા સ્ટાફ તરીકે ભૂમિકા ભજવી હતી. તેમજ શાળાના 600 બાળકોએ મતદાન કર્યુ હતું. મતદાન માટે EVM સ્વરૂપે ટેબ્લેટ મતદાન માટે ગોઠવવામાં આવ્યા હતાં. લોકશાહી માં ચૂંટણી કંઈ રીતે થાય છે એનો આબેહૂબ ડેમો શાળા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ એન પટેલે સૌની કામગીરીને બિરદાવી શ્રેષ્ઠ ઉદાહરણ માટે અભિનંદન પાઠવ્યા હતાં.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to