November 29, 2023

રાજ્યમાં જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી ને રદ કરવા ઝઘડિયા નાયબ કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું..

Share to

ઝઘડિયા ખાતે નાયબ કલેકટરને આવેદન આપી શિક્ષકોની કાયમી ભરતી કરવા રજૂઆત કરવામાં આવીઝગડીયા નાયબ કલેકટરને આપેલ આ આવેદનમાં જણાવાયું હતું કે રાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિ
કથળી રહી છે. ત્યારે ગુજરાતના દરેક બાળકો અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત વિશ્વસ્તરીય શિક્ષણ
મેળવે તે હેતુથી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય ના પૂર્વ ઘડતર માટે કાયમી શિક્ષકની ભરતી કરવી જરૂરી છે.
તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પડાઈ છે.જે અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા નિર્ણય લેવાયો છે.જેની સીધી અસર ગુજરાતના બાળકોના શિક્ષણ અને રાજ્યના વર્તમાન ટેટ – ટાટ પાસ બેરોજગાર ઉમેદવારો પર થશે. જેથી આ યોજનાને રદ કરવા તેમજ ટેટ-ટાટ
પાસ બેરોજગાર ઉમેદવારોને કાયમી સરકારી શિક્ષણની રોજગારી મળી રહે તે માટે વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગણી કરાઈ છે.


Share to