December 11, 2023

વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ: દેડીયાપાડા ખાતે ભાજપ દ્વારા ટિફિન બેઠક યોજાઈ

Share to



*ભાજપ દ્વારા સંગઠન મજબુત કરવા તૈયારીઓ આંરભી*

*જિલ્લા ભાજપ મહામંત્રી, સાંસદ સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા*

નર્મદા: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભાજપ પક્ષ દ્વારા સંગઠન મજબુત કરવાને લઈ બેઠકો શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે દેડીયાપાડા નાં ઈનરેકા સંસ્થાન ખાતે ભાજપ દ્વારા ભરૂચ લોકસભા તેમજ દેડીયાપાડા વિધાન સભાની ટિફિન બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા ભાજપનાં નેતાઓ સતત જિલ્લાભરના સંગઠન સાથે દોડધામ કરી રહ્યા છે. દરરોજ બેઠકો યોજી રહ્યા છે. સંગઠનના કાર્યક્રમ પુરજોરશોર થી શરૂ કર્યા છે.

દેડીયાપાડા નાં ઈનરેકા સંસ્થાન ખાતે આજે ટિફિન મિટિંગ યોજાઈ હતી. જેમાં સાંસદશ્રી મનસુખ વસાવા, પૂર્વ મંત્રીશ્રી મોતીલાલ વસાવા, પ્રદેશ આદિજાતિ મોરચા ઉપાધ્યક્ષશ્રી શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા મહામંત્રીશ્રી નીલ રાવ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી હિતેશ વસાવા, જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ મોરચાના હોદ્દેદારો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો અને ભાજપનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સંગઠનના હોદ્દેદારો એકઠા થઇ ટિફિન બેઠક યોજી હતી. આ રીતે છેલ્લા ઘણા સમયથી ટિફિન બેઠકો યોજવામાં આવી રહી છે. કાર્યકર્તાના સંમેલન યોજાઈ રહ્યા છે. સક્રિય સભ્યો નોંધણી સહિત પેઈજ કમિટીઓ તૈયાર કરવામાં આવી રહી છે. હાલ તમામ બેઠકો ઉપર ફરજીયાત જિલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહી કાર્યકરો હોદ્દેદારો ઉપર મોનીટરીંગ અને માહિતી મેળવી રહ્યા છે.

*DNS NEWS દેડીયાપાડા*


Share to

You may have missed