September 10, 2024

નર્મદા જિલ્લાના તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોર્સ પર સીસીટીવી કેમેરા ફરજિયાત

Share to



*જાહેરનામાના ભંગમાં થશે દંડાત્મક કાર્યવાહીઃ*

ભારત સરકારશ્રીના રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગની સૂચના મુજબ અત્રેના નર્મદા જિલ્લાના તમામ મેડીકલ/ફાર્મસી સ્ટોર જ્યાં ડ્રગ્સ એન્ડ કેમીસ્ટ નિયમોની જોગવાઇઓ મુજબ Schedule H, H1 and X ડ્રગ્સનું વેચાણ કરવામાં આવે છે તે તમામ મેડીકલ/ફાર્મસી સ્ટોરની અંદ૨ તથા બહાર CCTV કેમેરા લગાવવા જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીમતી શ્વેતા તેવતિયાએ હૂકમ કર્યો છે.
આ હૂકમના સંદર્ભે નર્મદા જિલ્લાના તમામ મેડીકલ/ફાર્મસી સ્ટોર માલિકોએ ૧(એક) માસના સમયમાં મેડીકલ/ફાર્મસી સ્ટોરની અંદ૨ તથા બહાર કેમેરા લગાવવાના રહેશે. જિલ્લામાં હવે પછીથી કાર્ય૨ત થના૨ મેડીકલ/ફાર્મસી સ્ટોરના માલિકોએ પણ મેડીકલ/ફાર્મસી સ્ટો૨ની અંદ૨ તથા બહા૨ કેમેરા લગાવવાના રહેશે. આ કેમેરાનું રેકોર્ડીગ કોઈપણ સમયે જિલ્લા ડ્રગ કંટ્રોલ ઓથોરીટી દ્વારા આકસ્મિક સમયે ચેક કરવામાં આવશે.
નર્મદા જિલ્લાના કોઈપણ મેડીકલ/ફાર્મસી સ્ટોર માલિકો દ્વારા આ હુકમનું ઉલ્લંઘન કરાતું હોવાનું ધ્યાને આવશે તો કાયદાની જોગવાઈ મુજબ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધ૨વામાં આવશે.

*DNS NEWS દેડીયાપાડા*


Share to