December 5, 2023

પોષક અનાજ (શ્રી અન્ન) મિલેટ્સ પ્રોસેસિંગ એકમ દાળ મીલ, તેલ મીલ કોમન યુટીલિટી સેન્ટરનું નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ હસ્તે ઉદઘાટન

Share to



*કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગ્રીન હબ ફાઉન્ડેશન આયોજીત આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩ ની ઉજવણી*

નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા ખાતે ની કૃષિ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ 2023 ની ઉજવણી ના ભાગરૂપે આદિવાસી ખેડુતો માં મિલેટસ નાં પાકો અંગે માહિતિ આપવા જાગૃતિ કેળવવા માટે નો કાર્યક્રમ યોજાયો હતો, કાર્યક્ર્મ નું ઉદઘાટન
નર્મદા જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીનાં કુલપતિ ડૉ.ઝેડ.પી.પટેલ ખેડૂતોને મિલેટ અને પોષક આહાર વિશે ઓનલાઇન માધ્યમથી માહિતી આપી હતી. ડૉ.એન.એમ.ચૌહાણ(વિસ્તરણ શિક્ષણ નિયામક દ્વારા કૃષિ યુનિવર્સિટીનું મિલેટ્સ અને કૃષિ યાંત્રિકીકરણ થકી મહિલાઓમાં સંશક્તિકરણ બાબાતોમાં સૂચનો કર્યા હતા. તેમજ ડૉ.દિગવિજય સિંહ મેગાસીડનાં સહ પ્રાધ્યાપક દ્વારા કઠોળ પાકોનું મહત્વ અંગે માહિતી આપી હતી. સુનિલભાઈ ત્રિવેદી( ગ્રીન હબ ફાઉન્ડેશન) દ્વારા આદિવાસી વિસ્તારોમાં હલકા ધાન્ય પાકો અંગે ખેડૂતોને અનુભવો જણાવ્યા હતાં. કે.વી.કે.નાં વડા ડૉ પી.ડી. વર્માએ પોષક અનાજ (શ્રી અન્ન) મિલેટ પ્રોસેસિંગ એકમની ખેડૂતોને વેચાણ વ્યવસ્થા દ્વારા ખેડૂતોને વધુ ભાવ મળે તે અંગે માહિતી આપી હતી.

કાર્યક્રમ મા ઉપસ્થિત ભાજપ નાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શંકરભાઈ વસાવા એ પણ આદિવાસી ભાષામાં આદિવાસી ખાણું વિશે લોકો ને માહિતગાર કર્યા હતા. નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પર્યુંષાબેન વસાવા એ તમામ બહેનોને આદિવાસી ધાન્ય પાકો વિશે માહિતી આપી હતી.
ડૉ.વિનોદ કૌશિક (ડાયરેક્ટર નિયમક ઇનરેકા) એ પણ પોષક આહાર વિશે ઉપસ્થિત જનમેદની ને માહિતી આપી હતી.

આ પ્રસંગે ડી.ઇ.ઓ.નર્મદા, લાઈન ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ હાજર રહ્યા હતાં. એગસિટ નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તક ના ત્રણ સ્વસહાયક જૂથને દાળમીલ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 450 જેટલા ખેડૂતો અને 50 જેટલા વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડૉ. મિનાક્ષી તિવારી (ગૃહ વૈજ્ઞાનિક) દ્વારા કરવામાં આવી હતી.

*DNS NEWS , દેડીયાપાડા*


Share to

You may have missed