November 28, 2023

અસરકારક કાઉન્સિલગ થી પતિ ના લગ્નેતર સબંધ ના વિખવાદ હલ કરતા અભયમ નર્મદા

Share to



નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા પાસે ના એક ગામ થી પીડિત મહિલા નો ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેઓ હાલ પ્રેગનેટ છે અને પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે છે, જેથી શારીરિક માનસિક રીતે ત્રાસ આપે છે અને એ સ્ત્રીને પત્ની તરીકે લઈ આવા કહે છે અને મને છૂટા છેડા આપવાની ધમકી આપે જેથી રાજપીપલા અભયમ ટીમ સ્થળ પર પહોંચી કાઉંસેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.

મળતી માહિતી મુજબ પીડિત મહિલા જણાવતા કે તેઓ આશા વર્કર તરીકે જોબ કરે છે અને તેઓ હાલ પ્રેગનેટ છે અને ચોથો મહિનો ચાલે છે. પતિ દુકાન સંભાળે છે. આશરે સાતેક મહિના થી તેમના મારી જ ભાભી સાથે અફેર છે. આખો દિવસ રાત્રે પણ એમની સાથે કોલ પર વાતો કરે છે મારા પિયરમાં મમ્મી એકલા છે એ બીમાર પડે ત્યારે પણ એમની ખબર લેવા માટે મને પિયર નથી જવા દેતા અને જોબ છોડી દે વારંવાર એ બાબત થી ઝગડા કરે છે. મારા ભાઈ હયાત નથી જેથી મે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું હતું. જેમાં મારી ભાભી કહેતી કે મારું હવે કોઈ નથી તો મારા બાળકો સાથે હું ત્યાં રહેવા આવી જઈશ. અને ઘરે નથી આવતા કોઈ કોઈ દિવસ મને મારા પતિ પોતે કહે કે મે એના સાથે આ વાતો કરી તે વાતો કરી. મને બાળક પણ નથી જોઈતું તને છૂટા છેડા જ આપવા છે. એ રીતે માનસિક ત્રાસ આપે છે. ત્યારબાદ સામે પક્ષનું કાઉંસેલિંગ કર્યું તેઓ જણાવતા કે મને પગાર નથી બતાવતી તો જોબ હું છોડાવા માટે જ કહું ને અને એમની ભાભી સામેથી મને કોલ કરે છે. એ જ મને કહેતા કે હું મારા બાળકો ને લઈ તમારી સાથે રેહવાં આવી જઈશ. મારા પત્ની થોડા દિવસ અહીં અને થોડા દિવસ પિયર માં રહે માટે મારે રાખવા જ નથી. ત્યારબાદ તેમનુ અસરકારક સલાહ સૂચન આપી કાયદાકીય માહિતી આપી અને સમજાવ્યા એમને ભૂલો સમજાતાં તેમને કબૂલ કર્યું કે એ સ્ત્રી સાથે હવે હું સબંધ ના રાખું અને મારું પહેલું બાળક છે. હું મારી પત્ની ની સાવચેતી રાખીશ અને બધી જવાબદારી ઓ સંભાળીશ મારી ભૂલ માટે હું માફી માગુ છું. અને બંને સારી રીતે રહેવા જણાવતા માટે લખાણ કરી સુખદ સમાધાન કરાવ્યું હતું.

*DNS NEWS , દેડીયાપાડા*


Share to