December 11, 2023

ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી એ વિશાળ રેલી કાઢી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી UCC કાયદા નો વિરોધ કર્યો

Share to*UCC નો કાયદો આદિવાસીઓના બંધારણીય પરંપરાગત અને સાંસ્કૃતિક હક્કો ઉપર તરાપ સમાન*


કેન્દ્ર સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા નો કાયદો અમલી બનાવવાની દિશામાં ચર્ચા વિમર્શ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે સામે કોઈને વિરોધ હોય તો લો કમિશન દ્વારા એ વિરોધને પણ ધ્યાનમાં રાખવામાં આવશે નુ જાહેર કરવામાં આવ્યું છે , ત્યારે સમાન નાગરિક સંહિતા નો કાયદો આદિવાસી સમાજમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે આ કાયદાથી આદિવાસી સમાજના બંધારણીય મૂળભૂત હકો સહિત પોતાનો સાંસ્કૃતિક વારસો તેમજ મૂળભૂત પરંપરાઓ છીનવાઈ જવાનો ભય ઉપસ્થિત થતા આદિવાસીઓ આ કાયદા સામે પ્રચંડ વિરોધ નોંધાવી રહ્યા છે.

સમાન નાગરિક સંહિતાના કાયદાની વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવવા માટે આજરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્રર વસાવાની આગેવાનીમાં આદિવાસી સમાજ ની એક વિશાળ રેલી નીકળી હતી, અને ડેડીયાપાડા ખાતેની પ્રાંત અધિકારીની કચેરીમાં પહોંચી પ્રાંત અધિકારીને રાષ્ટ્રપતિ સહિત ભારત ના લો કમિશનને સંબોધીને લખાયેલ આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભારત વિવિધતામાં એકતા ધરાવતો વિશાળ દેશ છે જેમાં ભિન્ન ભિન્ન ધર્મ અને જ્ઞાતિઓના લોકો વસે છે અને પોતાના રિતિ રિવાજો અને ધાર્મિક પરંપરાઓ મુજબ સદીઓથી જીવન જીવતા આવી રહ્યા છે, ત્યારે 14 જૂન 2023 ના રોજ સમાન નાગરિક સંહિતા સંબંધિત જાહેર પબ્લિક નોટિસ પ્રસિદ્ધ કરેલ છે, અને દેશમાં સમાન નાગરિક સંહિતાનો કાયદો અમલી બનાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બલવીરસિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં 21 માં નીતિ આયોગ નો પૂરેપૂરો નિષ્કર્ષ કાઢી ને દેશમાં સમાન નાગરિક સંહિતા ના કાયદાની કોઈ જરૂર નથી નો રિપોર્ટ સરકારને આપવામાં આવ્યો છે.

સમાન નાગરિકતા નો કાયદો ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીલક્ષી એજન્ડાનો એક ભાગ હોય અને તેની અમલવારી કરવા આગળ વધી રહેલ છે, અને લોકસભાની ચૂંટણી પહેલા આ કાયદાને અમલી અંજામ આપવાની જાહેરાતો પણ થઈ રહી છે ત્યારે આ કાયદો આદિવાસીઓ માટે અલ્પસંખ્યકો માટે ઘાતકરૂપ નિવડશે.


સરકાર દેશમાં સમાન નાગરિક સંહિતાનો કાયદો લાદવા ની કાર્યવાહી હાથ ધરી રહી છે ત્યારે આ કાયદાથી દેશમાં વસતા વિવિધ પ્રાંતો અને પ્રદેશો મા 705 આદિવાસી સમુદાયો દેશ ના વિવિધ વિસ્તારોમાં વસે છે, વર્ષ 2011માં દેશમાં આદિજાતિઓની વસ્તી 10.43 કરોડની હતી જે હાલ વધીને લગભગ 13 કરોડ સુધી પહોંચી છે આદિવાસીઓ પોતાની એક અલગ ઓળખ ધરાવે છે પોતાનો અલગ સાંસ્કૃતિક વારસો ધરાવે છે, આદિવાસીઓના ધાર્મિક રિવાજો, લગ્ન પ્રથાઓ સહિત વારસાઈ હકકો, દત્તક લેવા ના જુદા જુદા નિયમો છે ત્યારે સમાન નાગરિક સંહિતા થી એક જ કાયદો સમગ્ર દેશમાં લાગુ થતા આદિવાસી પોતાને મળેલ વિશેષ અધિકારો અને પોતાના પરંપરાગત રીતે રિવાજૉ નષ્ટ થશે નો ભય સેવી રહ્યા છે.

આદિવાસીઓને મળેલ બંધારણીય પ્રાવધાન રક્ષણ આર્ટીકલ 371 અનુસૂચિ પાંચમી અને છઠ્ઠી, પેસા એક્ટ- 1996, શૈક્ષણીક અને રાજકીય અનામત, જમીનોના રક્ષણ માટે 73 એ એ નો કાયદો, વિલ્કિન્સન રૂલ 1837 , શહીત ના અન્ય કાયદાઓનો તેમજ આદિવાસીઓના જલ, જંગલ અને જમીન ઉપર ના અબાધિત અધિકારો નો સમાન નાગરિક સંહિતાના કાયદાથી નષ્ટ થશે જેથી આદિવાસીઓમાં સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાના કાયદાને અમલી અંજામ આપવાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આજરોજ ધારાસભ્ય ચેતર વસાવા ની આગેવાનીમાં એક વિશાળ રેલી આદિવાસીઓના હક્કો ના રક્ષણ માટે નીકળી હતી અને સમાન નાગરિક સંહિતાના કાયદા ની વિરોધ ભારે સૂત્રોચ્ચાર કરી પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યો હતો.

*DNS NEWS દેડીયાપાડા*


Share to

You may have missed