November 29, 2023

સાગબારા તાલુકાની ખોચરપાડા પ્રા.શાળાના શિક્ષક મહેન્દ્ર વસાવા સામે નોંધાયેલ ગુનામાં શિક્ષકને નામ. JMFC કોર્ટે નિર્દોષ ઠેરવી છોડી મુક્યા

Share to

જયદિપ વસાવા, સાગબારા ,નર્મદા




BOX : ખોચરપાડા પ્રા.શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ ડી.વસાવા સામે ગૌતમભાઈ કે.વસાવા મુખ્ય શિક્ષક પ્રા.શાળા નાનાડોરઆંબા એ પોતાની પત્નિ દક્ષાબેનનો દુરુપયોગ અને મોહરો બનાવી ખોટી ફરિયાદ કરાવી હોવાનું. મહેન્દ્રભાઈ એ જણાવ્યુ હતું.
ફરિયાદ ની વિગત મુજબ તારીખ ૨૫/૦૬/૨૦૨૦ ના રોજ સાંજના ૭:૩૦ કલાકે દક્ષાબેન મોટર ચાલુ કરવા નીચે ઊતરેલા હતા તે સમયે મહેન્દ્રભાઈએ તેમને ગાળો આપી અપશબ્દો બોલી સીઝનલ હોસ્ટેલમાં ગરીબ બાળકોના લાખોનું કૌભાંડ તેમજ તેમના પતિને જાન થી મારી નાખવા માટેની ધમકી આપી હોવાની ફરિયાદ સાગબારા પોલીસ મથકે આપી હતી, પોલીસે ઇ.પી.કો કલમ ૫૦૪,૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો હતો,
જેને લઈને તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાને લઈને તેમજ એડવોકેટ જે.એસ.વસાવા અને એડવોકેટ શિવરામ લકડે નાઓની ધારદાર દલીલો સામે મહેન્દ્રભાઈ ડી.વસાવાનાઓ પર ખોટી ફરિયાદ થઈ હોવાનું સાબિત થતા નામદાર જ્યુ.મેજી.ફર્સ્ટ કલાસ કોર્ટ સાગબારા એ મહેન્દ્રભાઈ ને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.


Share to