💫 *_ઘરેથી નારાજ થઇ અને નીકળી ગયેલ યુવાનને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા શોધી આપેલ._*
💫 _*અરજદાર પ્રતાપભાઇ રસીકભાઇ સોલંકી જૂનાગઢના વતની હોય અને તેમનો ભાઇ આકાશ કોઇ બાબતે નારાજ થતા ઘરેથી કોઇને કહ્યા વિના નીકળી ગયેલ,* આજુબાજુ તપાસ કરતા ક્યાંય જોવા મળેલ નહી ક્યાં નીકળી ગયેલ હશે? અને કેવી પરીસ્થીતીમાં હશે? તેવુ વિચારી તેમના પરીવારના સભ્યો વ્યથીત થઇ ગયેલ હોય, આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
💫 _જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. જીતુસિંહ જુજીંયા, હાર્દીકભાઇ સિસોદિયા, અંજનાબેન ચવાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી *અરજદારનો ભાઇ આકશ પોતાનુ વાહન રજી નં. GJ 11 AQ 1573 લઇને ઘરેથી નીકળી ગયેલ હોય, વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા આકાશ ભવનાથ વિસ્તારમાં ગયેલ હોય, જેના આધારે આગળનો સમગ્ર રૂટ ચેક કરતા અરજદારનો ભાઇ આકાશ કાળવા ચોકમાં હોય તેવું CCTV માં જોવા મળેલ. જેની જાણ તેમના પરીવારને કરતા તેઓ તાત્કાલીક કાળવા ચોકમાં પહોચી ગયેલ જ્યાં તેમનો ભાઇ આકાશ સહી સલામત મળી આવતા તેમના પરીવારના સભ્યો તેમજ નેત્રમ શાખાની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.*_
💫 _*નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા બનાવની ગંભીરતા સમજી કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના પોતાના પરીવારના સભ્ય ગુમ થયેલ હોય તેમ સમજી આકાશને શોધી તેમના પરીવાર સાથે મીલન કરાવેલ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પોતાના પરીવારના સભ્યને સહી સલામત શોધી આપવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને પ્રતાપભાઇ સોલંકી દ્રારા નેત્રમ શાખા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો…*_
💫 _જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, *જૂનાગઢ પોલીસ ગુમ થયેલ વ્યક્તિને સહી સલામત શોધી પરીવાર સાથે મીલન કરાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે…*
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના