રાજપીપળા ખાતે યુથ કોંગ્રેસની કારોબારી મિટિંગ યોજાઈ
ઈકરામ મલેક: નર્મદા
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સમિતિ ના આદેશ થી દરેક જિલ્લા મા યુથ કોંગ્રેસ ની કારોબારી મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું જેમાં નર્મદા જીલ્લા યુથ કોંગ્રેસ ની મિટિંગ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા ની અધ્યક્ષતા મા યોજાઈ હતી.
જેમાં આગામી સમય મા કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે આગળ લઈ જવી તથા જીલ્લા ના સ્થાનિક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી તથા UCC કાયદા પર ચર્ચા કરવામાં આવી અને થોડા દિવસો મા કણૉટક ના બેંગલોર ખાતે ભારતીય યુથ કોંગ્રેસ ની શિબિર યોજવા જઈ રહી છે જેની સમગ્ર માહિતી આપવામા આવી જેમાં પૂર્વ પ્રમુખ તથા જીલ્લા મિડિયા કોર્ડીનેટર વાસુદેવ વસાવા જીલ્લા ઉપપ્રમુખ રાહુલ સોલંકી, ડેડિયાપાડા વિધાનસભા પ્રમુખ મયંક વલવી, જિલ્લા મહામંત્રી અર્જુન વસાવા , જયેશ વસાવા, પ્રદિપ વસાવા,મેહુલ પરમાર, નાંદોદ વિધાનસભા ઉપપ્રમુખ નિતિન વસાવા, સંજય વસાવા, સુરજ વસાવા સહિત યુથ કોંગ્રેસ ના હોદ્દેદારો ઊપસ્થિત રહ્યા હતા…
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..