December 11, 2023

બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા ઓરસંગ નદી ના બિલકુલ કિનારા પર રેતીના મોટા મોટા સ્ટોક કેટલા કાયદેસર અને કેટલા ગેરકાયદેસર જેની તપાસ થાય તેવી લોક માંગ

Share to



બોડેલી પાસે ઓરસંગ નદીના કિનારા પર રેતીના પટ પર રેતી સ્ટોક ની પરવાનગી કેટલી યોગ્ય ?


ઓરસંગ નદી કિનારે આવેલા સ્ટોકની તપાસ કરવામાં આવે તો કેટલા કાયદેસર છે અને કેટલા ગેરકાયદેસર છે જેની હકીકત બહાર આવે તેમ લોક માંગ કરી રહ્યા છે આ અંગેની ફરિયાદ ગાંધીનગર ખાણ ખનીજ કમિશનર સહિત તેના મંત્રી સમક્ષ થઈ હોવાનું ચર્ચા રહ્યું છે

બોડેલી પાસેથી પસાર થતી ઓરસંગ નદી ની બિલકુલ અડીને જ મોટા-મોટા રેતીના સ્ટોક જોવા મળી રહ્યા છે શુ આ રેતીના સ્ટોકો ની પરવાનગી છે અને પરવાનગી હોય તો ઓરસંગ નદીને બાજુમાં જ કરીને રેતીના મોટા-મોટા સ્ટોક કેટલા યોગ્ય છે આ આવા અનેક સવાલો આ વિસ્તારના લોકો કરી રહ્યા છે

છેલ્લા કેટલા સમયથી ઓરસંગ નદીના પટમાંથી નાના મોટા વાહનો થકી રેતી ઉલેચી ને ખેતરો જાહેર સ્થળો નજીક પોતાની માલિકીની જગ્યામાં રેતી ના ઢગલા ખડકી દેવામાં આવ્યા છે જેને ઠેર ઠેર રેતીના ડુંગરો જોવા મળી રહ્યા છે ઓરસંગ નદી કિનારે આવેલા સ્ટોકની તપાસ કરવામાં આવે તો કેટલા કાયદેસર છે અને કેટલા ગેરકાયદેસર છે જેની હકીકત બહાર આવે તેમ લોક માંગ કરી રહ્યા છે આ અંગેની ફરિયાદ ગાંધીનગર ખાણ ખનીજ કમિશનર સહિત તેના મંત્રી સમક્ષ થઈ હોવાનું ચર્ચા રહ્યું છે


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed