October 4, 2024

અમરનાથ યાત્રાએ ગયેલ યાત્રી નું હ્રદય રોગના હુમલા થી ઝગડીયા તાલુકાના જેસપોર ગામના 45 વર્ષીય યુવકનું મોત…

Share to

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જેસપોર ગામેથી અમરનાથ યાત્રાએ ગયેલ એક યાત્રીનું યાત્રા દરમિયાન હ્રદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતુ. આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ ચાલુ સાલે કીંગ ટ્રાયબલ ગ્રુપના સહયોગથી ભરૂચ અને નર્મદા જિલ્લાના કુલ ૬૦૦ જેટલા યુવાનો પવિત્ર અમરનાથની યાત્રાએ ગયા હતા.

આ યાત્રીઓમાં ઝઘડિયા તાલુકાના જેસપોરના સહદેવભાઇ ચીમનભાઈ વસાવા નામના ૪૫ વર્ષીય રહીશ પણ અમરનાથની યાત્રાએ ગયા હતા. આ યુવક અન્ય સાથી યાત્રીઓની સાથે ભક્તિભાવથી અમરનાથ યાત્રાનો પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક સહદેવભાઇને પહેલગામ ખાતે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને સ્થાનિક સ્તરે સારવાર માટે લઇ જવાયા હત પરંતુ આ હુમલો તેમના માટે જીવલેણ સાબિત થયો હતો.
હૃદયરોગના આ હુમલામાં તેમનું કરુણ મોત નીપજ્યુ હતુ.
ટ્રાઇબલ ગ્રુપ દ્વારા ત્યારબાદ જરુરી કાર્યવાહી કરીને ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના સહયોગથી તેમના મૃતદેહને ત્યાંના સ્થાનિક સ્તરે જરુરી કાનુની વિધિ પુરી કરીને વતન જેસપોર લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમના મૃતદેહને વિમાનમાં શ્રીનગરથી દિલ્હી અને ત્યાંથી અમદાવાદ થઇને સુરત લાવવામાં આવશે.

સહદેવભાઇનો મૃતદેહ આજે રાતના સાડા નવ આસપાસના સમયે સુરત આવશે, અને ત્યાંથી વતન જેસપોર લવાશે. ત્યારબાદ આવતીકાલે તા.૬ ના રોજ સવારે નવ વાગ્યે જેસપોર ગામે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. મૃતક સહદેવભાઇ બે સંતાનોના પિતા છે. તેમના અણધાર્યા નિધનથી સમગ્ર જેસપોર ગામ શોકમગ્ન બની ગયું હતુ.


Share to

You may have missed