– સામાજિક વનિકરણ તથા વન વિભાગ દ્વારા જોબ કાર્ડ ધારકોના નામથી ખોટી હાજરી પુરવામાં આવે છે અને ખુબજ મોટો ભ્રષ્ટાચાર કરાઇ રહ્યા નાં આક્ષેપ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અરજદારો એ લેખીત રજૂઆત કરતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સામાજિક વનિકરણ તથા વન વિભાગ દ્વારા ખુબ જ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ખાસ કરીને જોબ કાર્ડ ધારકોના નામથી ખોટી હાજરી પુરવામાં આવે છે અને ખુબજ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લામાં ખાસ કરીને સાગબારા તાલુકામાં વાવેતર કરવામાં આવતું નથી અને જોબ કાર્ડ ઉઘરાવી ને ખોટી હાજરી પુરવામાં આવે છે અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.
૨૦૧૮ નાં વર્ષથી ૨૦૨૨/૨૩ દરમિયાન સાગબારા તાલુકામાં કરવામાં આવેલ પ્લાંટેશન અને વાવેતર સ્થળોની સ્થળ તપાસ કરવામાં આવશે તો કેટલા સ્થળો પર નકલી પ્લાંટેશન અને નકલી વાવેતરોને કાગળ પર બતાવી દેવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે બાબતે બહાર આવશે.નકલી પ્લાંટેશન અને નકલી વાવેતર એટલે કે સ્થળ પર કામગીરી જ કરવામાં આવતી નથી અને જ્યાં કરવામાં આવી છે તે જગ્યાએ માત્ર ૧૦ % રોપાઓ રોપવામાં આવ્યા છે અને જોબ કાર્ડ ધારકોના જોબ કાર્ડ ઉઘરાવી ને ખોટી હાજરી પુરવામાં આવે છે., સામાજિક નિકરણ તથા વન વિભાગ નર્મદા દ્વારા સાગબારા તાલુકામાં સિયા એન્ટર પ્રાઈસ નામની એજન્સી ને વગર ટેન્ડરે કામગીરી આપવામાં આવે છે અને ટકાવારી ઉઘરાવી મજુરોના પૈસા ખાઇ જાઇ છે. અને સિયા એન્ટર પ્રાઈસ નામની એજન્સી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહી છે. સિયા એન્ટર પ્રાઈસ નામની એજન્સી દ્વારા જેટલાં પણ કામો કરવામાં આવ્યાં છે તે તમામ કામગીરીની સ્થળ તપાસ કરવામાં આવે એવી માંગ કરાઇ છે.
સાગબારા તાલુકામાં ચેકડેમો, સંરક્ષક દિવાલો વન તલાવડી વન વિભાગ દ્વારા બનાવવામાં આવતી જ નથી અને બિલો ઉપાડીને એજન્સીઓ ને આપી દેવામાં આવે છે અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે.
તારીખ ૧૦/૦૭/૨૦૨૩ નાં રોજ સુધીમાં સ્થળ તપાસ કરીને કાર્યવાહી કરવામાં નહીં આવશે તેમજ વર્ષોથી એકજ જગ્યાએ નોકરી કરી ભ્રષ્ટાચાર કરનાર કારકુનો, કોમ્પ્યુટર ઓપરેટરોની જિલ્લા બહાર બદલી કરવામાં નહીં આવશે તો તારીખ ૧૫/૦૭/૨૦૨૩ નાં રોજ મોટી સંખ્યામાં અરજદારો અગ્ર વન સંરક્ષક ની ઓફીસ પીસીસીએફ & હોફ ગુજરાત બ્લોક – એ અરણ્ય ભવન ગાંધીનગર ખાતે આવશે અને એક ૦-૧ દિવસ નું પ્રતિક ધરણાં કાર્યક્રમ કરશે જેની નોંધ લેવા પણ રજુઆત માં ચીમકી અપાઈ છે.
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..