ઈકરામ મલેક:રાજપીપળા નર્મદા
ડિજિટલ યુગની સાથે ડિજિટલ દુષણો પણ વધ્યા છે, સરકાર બધુંજ ઓનલાઈન કરવા ની દિશા મા આગળ વધી ગઈ છે. પરંતુ એમાં લોકો ની આર્થિક સલામતી જોખમ મા મુકાઈ ગઈ છે. અવાર-નવાર લોકો ની મહેનત ની કમાણી ને ઓનલાઈન ફ્રોડ કરનારાઓ કોઈક ને કોઈક કસબ અજમાવી ચોરી કરી જતા હોય એવા કિસ્સાઓ અવાર-નવાર છાપે ચડતા હોય છે.
ત્યારે નર્મદા ના રાજપીપળા ના એક યુવાન મહેશભાઈ (નામ બદલ્યું છે) ગત તારીખ 19 મે 2023 ના રોજ પોતાના કામે હતા એ દરમિયાન તેમના મોબાઈલ ઉપર હિન્દી મા બોલતા કોઈ અજાણ્યા ઈસમ નો ફોન આવ્યો હતો, આમ તેમ વાત કરી ફોન મૂકી દીધા ની દસ જ મિનિટ મા મહેશભાઈ ના મોબાઇલ ઉપર મેસેજ મળ્યો કે તમારા ખાતા માથી રૂ.16,300/- ડેબિટ થયા છે. આ મેસજ મળતાજ મહેશભાઈ ને પોતાની સાથે ફ્રોડ થયો હોવાનું અણસાર આવી ગયો હતો.
થોડી વાર ફરી એક વાર એજ ઈસમ નો કોલ આવતા સામે છેડે થી ધમકી ના ઉચ્ચારણ સાથે કહ્યું હતું કે તમારો ફોન અમે હેક કરી લીધો છે, તમારી બેન્ક, પાન કાર્ડ, આધારકાર્ડ સહિત તમારા ફોન કોન્ટેકટ સહિત અંગત ફોટા-વિડિઓ બધુજ અમારી પાસે છે. જો તમે અમને વધુ પૈસા નહિ આપો તો અમે તમારા ફોટા ને એડિટ અને મોર્ફ કરી તમારા સગા સંબંધીઓ ને મોકલી આપીશું. આમ કરી મહેશભાઈ ને ચીટરો એ દબાણ મા લાવી વધુ પૈસા પડાવવાની કોશિશ કરી હતી પણ મહેશભાઈ ડર્યા કે ઘબરાયા વગર કહ્યું હતુંકે તમારે જે કરવું હોય એ કરો હું તમને એક રૂપિયો નહિ આપું આમ કહી કડક શબ્દો મા વળતો જવાબ આપ્યો હતો.
ત્યાર બાદ તેઓ પોલીસ પાસે મદદ માટે દોડી ગયા હતા, પણ પોલીસ તરફ થી કોઈ ખાસ મદદ મળી ન હતી અને પોતે કઈં કરી શકવા માટે અસમર્થ છે એવું કહ્યું હતું, પણ છેતરપીંડી કેવી રીતે થઈ છે એની તપાસ કરવા માટે મહેશભાઈ નો ફોન પોલીસે લીધો હતો અને ચેક કર્યો હતો ત્યારે એમાં એવું જાણવા મળ્યું હતું કે google હેક થવાથી ફેકર હોય તેઓના ખાતામાંથી પૈસા સહિતની મહત્વપૂર્ણ જાણકારી મેળવી લીધી અને ત્યારબાદ આ સમગ્ર છેતરપીંડી ને અંજામ આપ્યો હતો શક્યતઃ પાકિસ્તાન અને નેપાળ તરફથી આ કોલ આવી રહ્યા હતા એવું પ્રાથમિક અનુમાન હતું.
આમ છેતરપીંડી ના બદલાતા સ્વરૂપ વચ્ચે OTP કે કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર હેકરો તમારા અને મારા બેન્ક ખાતા માં રહેલા પૈસા ઉપાડી શકે છે, આ ઘટના ઉપર થી સિદ્ધ થાય છે, જેથી હવે લોકોની ચિંતા મા વધારો થશે એ નક્કી છે, પોલીસે આ મામલે કોઈ ફરિયાદ નોંધી નથી એમ જાણવા મળે છે, પણ સાઇબર ક્રાઈમ સામે લડવા માટે આપણી પોલીસ હજી પૂરતી પ્રશિક્ષિત અને તૈયાર નથી, ત્યાં સુધી ટેકનોલોજી ને વેપન તરીકે ઉપયોગ કરતા હેકરો નો હાથ ઉપર રહેવાનો છે.
#################
ફોટો:પ્રતીકાત્મક
આ ઘટના મા પીડિત નથી ઇચ્છતો કે પોતાનું નામ જાહેર થાય માટે નામ બદલ્યું છે.
Khabar Ek dum Sachi
More Stories
દારૂ ભરેલી ગાડી બોડેલી રેલવે ફાટકના કોતર માં ખાબકી
માજી ધારાસભ્ય મહેશ વસાવાના ભાજપ ને રામ રામ…
પાવી જેતપુર તાલુકાના બોરધા ગામે પુત્રએ પિતાની કરી હત્યા હત્યા કરવામાં સગા કાકા એ મદદ કરી