વિવિધ યોજનાઓ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમા બોર કરવામા તો આવ્યા પરંતુ બોરોમા મોટર કે હેન્ડ પંપ ફીટ નહિ થતા પ્રજા હેરાન પરેશાન.
નેત્રંગ. તા,૨૨-૦૬-૨૩.
નેત્રંગ નગર સહિત તાલુકા ભરમા દર ઉનાળાની સિઝન દરમિયાન પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થતા આ સમસ્યા ના નિરાકરણ માટે સરકાર માબાપ થકી વિવિધ યોજનાઓ થકી બોર કરવામા આવ્યા છે. પરંતુ બોર થઈ ગયા બાદ કેટલાક ગામોમા બોર મોટર કે હેન્ડ પંપો આજની તારીખ મા ફીટ કરવામા આવેલ ન હોવાનુ ગામજનો જણાવી રહ્યા છે. જેને લઈ ને ભર ઉનાળે લોકોએ પીવાના પાણી માટે વલખા આજની તારીખમા મારી રહ્યા છે.
નેત્રંગ નગર સહિત તાલુકા ભરમા જળ સંચય નો સંપુઁણ અભાવ તેમજ ચારે તરફ પથરીય જમીન હોવાને લઇ ને ચોમાસ નુ વરસાદી પાણી સિધુ દરીયામા વહી જતુ હોવાથી દર ઉનાળાની સિઝન ના શરૂઆત ના માસથી જ ધર વપરાશના પાણીથી લઈ ને પીવાના પાણીની ગંભીર સમસ્યા ઠેરઠેર ઉભી થાય છે. તેવા સંજોગોમા આ સમસ્યા ના નિરાકરણ માટે સરકાર માબાપ થકી વિવિધ યોજનાઓ થકી બોર ગ્રામ્ય વિસ્તારોમા કરાવવામા આવે છે. ચાલુ ઉનાળાની સિઝન દરમિયાન પણ આવા બોરો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા કરાવવામા આવ્યા છે. ત્યારે કેટલાક ગામોમા બોર થયાને પંદર દિવસ થી લઈ ને એક માસનો સમય ગાળો વિતી ગયો હોવા છતા પણ આજની તારીખ મા બોર સાથે મોટર કે હેન્ડ પંપ ફીટ કરવામા આવેલ ન હોવાના કારણે લોકો હેરાનપરેશાન થઈ રહ્યા છે.
ત્યારે આ ગંભીર સમસ્યા ને વહેલી તકે હલ કરવા તાત્કાલિક મોટરો અને હેન્ડ પંપ ફીકરાવવા બાબતે પદાધિકારીઓ,અધિકારીઓ ધ્યાન પર લઇ નિરાકરણ લાવે તેવુ તાલુકાની પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
*વિજય વસાવા નેત્રંગ*
Khabar Ek dum Sachi
More Stories
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વેવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,