છોટાઉદેપુરના ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ પર વિશાળ જનમેદનીએ એક સાથે યોગાભ્યાસ કર્યો.
વિશ્વ યોગ દિનની ૯મી શ્રુંખલાનો પ્રારંભ છોટાઉદેપુરના ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ પર સવારે ૬થી ૭ વાગ્યા દરમ્યાન યોગ અભ્યાસ કરીને કરવામાં આવ્યો. ગઈ કાલે સમગ્ર ભારતમાં ૭૨હજાર અલગ અલગ સ્થળ પર એક જ સમયે યોગ કરીને લગભગ ૧ કરોડ ૨૫ લાખ લોકોએ ભારતને યોગગુરુની દિશામાં પ્રયાણ માટે માર્ગ બનાવ્યો હતો.
અહી છોટાઉદેપુર જીલ્લામાં સાંસદ ગીતાબેન ના અધ્યક્ષ સ્થાને જીલ્લા કક્ષાના યોગ દિન ની ઉજવણી કરવામાં આવી. આ નિમિતે ખુટાલીયા ગ્રાઉન્ પર જીલ્લાના સમાહર્તા સ્તુતિ ચારણ ડીડીઓ ગંગાસિંહ, એસપી ધર્મેન્દ્ર શર્મા, પ્રા. વહીવટદાર સચિન કુમાર, પ્રોબેશ્નર અધિકારી જયેન્દ્ર રાઠોડ, ઉપેન્દ્રભાઈ રાઠવા, દિનેશ બીલ, શૈલેશભાઈ ચોધરી દિનેશભાઈ ભીલ, યોગ કોચ સ્તુતિ વર્મા તથા મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.
ગોતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આપણને વિશ્વ સમક્ષ આપણો હજારો વર્ષ જુનો પ્રાચીન વારસો દુનિયાના ૧૮૦ દેશો સમક્ષ મુકવાનો મોકો મળ્યો છે. અત્યારની ભાગદોડની લાઈફ સ્ટાઈલમાં રોજ થોડો સમય કાઢીને પણ આપણે યોગ કરવો જોઈએ. આપણા વેદપુરાણોના સમયથી યોગનો ઉલ્લેખ થયેલો છે. આયુર્વેદને યોગ એક પ્રેરણા આપતુ શાસ્ત્ર ગણાવવામાં આવ્યું છે. યોગએ ભારતની પ્રાચીન પરંપરા ઉપરાંત વિશ્વને ભારત તરફથી મળેલી એક ભેટ છે. આપણા આરોગ્ય માટે યોગ ખુબ જરૂરી છે. યોગથી આપણ પ્રકૃતિ સાથે તાદાત્મ્યસાધીએ છીએ. આરોગ્યમય જીવન જીવવા માટે યોગ ખુબજ જરૂરી છે. આ વખતની યોગ દિનની થીમ વૈસુધવ કુટુમ્બકમ અને હર ઘર યોગ એવી છે. જેને આપણે સૌએ મળીને યોગપ્રણાલીને આપનાવી જોઈએ.
આ તમામ મહાનુભાઓ એ પ્રથમ હરોળમાં નીચે સ્થાન ગ્રહણ કરી સૌની સાથે યોગકોચના નિદર્શન પ્રમાણે યોગ કર્યા હતા. સૌને હળવો નાસ્તો અને પાણીની વ્યવસ્થા પણગોઠવાવમાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરની સાથે સાથે સુરતમાં યોગ દિન નિમિતે ૧.૨૫ લાખ લોકોએ એક સથે એક સ્થળે યોગ કરી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતુ.
સુરતના રાજ્ય વ્યાપી યોગ દિનની ઉજવણીમાં અધ્યક્ષ સ્થાને ભુપેન્દ્ર પટેલ, અને યુએનના હેડ ક્વાટર ખાતે દેશના વડા પ્રધાનનરેન્દ્ મોદી હાજરી આપી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર