પત્રમાં આરોપીઓના કોલ ડીટેલ્સ રિપોર્ટ ની ચકાસણી કરી ડેટા એનેલીસીસ કરવા તથા આ ઘટનાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરી છે.
ઝઘડિયા જીઆઇડીસીમાં ફાયરિંગની ઘટનાના ફરિયાદીએ મુખ્યમંત્રી ગૃહમંત્રી સહિત અધિકારીઓને પત્ર લખ્યો છે..
ઝઘડિયા જીઆઇડીસીની બહુચર્ચિત ફાયરીંગની ઘટનાના ફરિયાદી રજનીકાંત ઉર્ફે રજની રાજુભાઈ વસાવા રહે. ચમારીયા તા. વાલીયા જી. ભરૂચનાએ ઝઘડિયા જીઆઇડીસીની ફાયરિંગની ઘટનાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓના કોલ ડિટેલ્સ ચકાસવામાં આવે તથા આ ઘટનાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવે તેવી માંગણી કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહ મંત્રી, મુખ્ય પોલીસ મહાનિર્દેશક, ઇન્સ્પેક્ટર જનરલ વડોદરા રેન્જ, જીલ્લા પોલીસ વડા ભરૂચ તથા કલેકટર ભરૂચને પત્ર લખી માંગણી કરી છે. રજનીકાંત ઉર્ફે રજની રાજુભાઈ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે આ ગુનાના મુખ્ય આરોપી જયમીન પટેલ રાજકીય વગ ધરાવતા હોય આ કામે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.
જયમીન પટેલ સાથે ભરૂચ જીલ્લાના રાજકીય ટોચના આગેવાનો તેઓ સાથે અનૈતિક ધંધાના ભાગીદાર છે, તેઓ સાથે જયમીન પટેલ દ્વારા રાજકીય પદનો ફાયદો ઉઠાવી ઔદ્યોગિક વસાહતોમાં ઘાતક અને રૂઆબ જમાવી પોતાનું સામ્રાજ્ય ફેલાવેલું છે, જેથી આ કામના મુખ્ય આરોપી જયમીન પટેલ અને અન્ય આરોપીઓના કોલ ડીટેલ્સ રિપોર્ટ (સીડીઆર) ની ચકાસણી કરી ડેટા એનાલિસિસ કરવા ગુનાના કામે જરૂરી છે. આ ગુનામાં ષડયંત્ર રચનારાઓમાં ભરૂચ જીલ્લાના એક રાજકીય પક્ષના ઉચ્ચ હોદ્દેદારો તેમજ ધારાસભ્ય પણ સામેલ છે જેની તપાસ થવી જરૂરી છે, આ ગુનાના સમયે આરોપીઓના લોકેશનો મેળવી રાજકીય આગેવાનોના લોકેશનો ચકાસવા પણ જરૂરી છે, જેથી આ ગુનામાં તેઓની સાંઠગાઠ મુખ્ય આરોપી સાથે છે તે ફલિત થશે, વધુમાં મુખ્ય આરોપી જયમીન પટેલની બેનામી અને નામી મિલકતોની તપાસ થવી જરૂરી છે, તેઓની ભાગીદારી પેઢીમાં પણ રાજકીય આગેવાનોના સગા વ્હાલા અને કુટુંબની ભાગીદારી છે જેની તપાસ થવી જરૂરી છે.
અગાઉ ૨૦૨૧ માં ઝઘડિયા જીઆઇડીસીમાં આરએમસી કોન્ક્રીટના ધંધા સાથે સંકળાયેલા યુવાનો ઉપર હુમલો કરવાના ગુનામાં માસ્ટર માઈન્ડ જયમીન પટેલ રાજકીય પક્ષના આગેવાનોને કારણે બચી ગયેલ છે, આ સિવાય લેન્ડ ગ્રેબીંગના પણ ગુનાઓમાં સંડોવાયેલા છે પરંતુ રાજકીયવગના કારણે તે કાયદાથી બચી જાય છે, જેથી ઉપરોક્ત તમામ ગુનાઓની તપાસ રીઓપન કરી ફરી ગુનામાં તેને ગુનાહિત કામે પીઠબળ આપી બચાવનાર રાજકીય આગેવાનો કોણ છે તેની તપાસ થવી જરૂરી છે, જે તે સમયના અધિકારીઓની પોલીસ ડાયરી પણ ચેક કરવી જરૂરી છે, આ ગુનાનો મુખ્ય આરોપી રીઢો ગુનેગાર છે, અમે ફરિયાદી આદિવાસી સમાજમાંથી આવીએ છીએ જેથી અમારી સાથે થયેલા હુમલામાં અમે બચી ગયેલ છે પરંતુ ભવિષ્યમાં પણ આ આરોપીઓ હુમલો કરી અમારા જીવ ના જોખમ સાથે આ વિસ્તારમાં ભય ઊભો કરવાની અમને દહેશત છે, વધુમાં અમારો કેસ ચલાવવા માટે રાજકીય પીઠબળ પર ન ધરાવતા વ્યક્તિની સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર તરીકે નિમણૂક કરવાની વિનંતી છે આ ગુનાના આરોપીઓ સાથે ઉચ્ચકક્ષાના સરકારી અને રાજકીય આગેવાનો સંડોવાયેલા હોય આ તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા કરવામાં આવે તો ગુનાહિત માનસિકતા ધરાવતા વાઈટ કોલર ગુનેગાર સુધી પહોંચી શકાય એમ છે. મારી આ ગુનાના ફરિયાદી તરીકેની રજૂઆત ધ્યાને લઈ આ ગુનાની તપાસ હાથ ધરવા સીટની રચના કરવા અને આ ગુનાના કામે માંગ્યા મુજબની જરૂરી કાર્યવાહી હાથ ધરવા સાથે અમો ફરિયાદીને હથિયારધારી પોલીસનો બંદોબસ્ત આપવા વિનંતી છે કેમ રજનીકાંત વસાવા એ ઉચ્ચ સ્તરે લખેલા પત્રમાં જણાવ્યું હતું