DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

હવામાન ખાતાની આગાહી મુજબ બિપોરજોય વાવાઝોડુ અને વરસાદ ને લઇ કાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા છોટાઉદેપુર કલેક્ટર નુ જાહેરનામુ

Share to


………………………
શિક્ષક મિત્રો એ શાળા માં વહીવટી કાર્ય કરી શકાય તે માટે હાજર રહેવા જણાવાયુ
…………………………
હાલમાં અરબ સાગરમાં ચક્રવાતી બિપોરજોય વાવાઝોડું ઉદભવેલ છે. જે આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જેના લીધે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ સાથે પવન ફુંકાવાની પ્રબળ શક્યતા હોવાના કારણે તકેદારીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ તમામ તાલુકાઓમાં આવેલ
આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ તથા કોલેજોમાં
શૈક્ષણિક કાર્ય તા.૧૬/૦૬/૨૦૨૩ ના રોજ બંધ રાખવા જણાવ્યું છે જેથી ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલાં લેવા છોટાઉદેપુર જીલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે હુકમ કર્યો છે
ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ મુજબ હુકમ કરવામા આવ્યો જેની અમલવારી કરવા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં તા.૧૬/૦૬/૨૦૨૩ ના રોજ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું રહેશે એક પણ વિધ્યાર્થીઓ ને શાળા એ બોલાવવા નહી અને શિક્ષક મિત્રો એ શાળા માં વહીવટી કાર્ય કરી શકાય તે માટે હાજર રહેવા જણાવાયુ
હુકમનો ભંગ કરનારને ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૫૫, ૫૬ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે તેમ જીલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed