લોકેશન જખૌ.
કચ્છ અબડાસા વહીવટી તંત્ર દ્વારા આશીરાવાંઢ અને દરાડવાંઢ ગામના લોકોને જખૌ પ્રાથમિક શાળા સેન્ટર હાઉસમાં સ્થળાંતર કરાયા છે.
વહીવટી તંત્ર અબડાસા દ્વારા ભોજન વ્યવસ્થા પાણી,આરોગ્ય અને રહેઠાણની પૂરેપૂરી સગવડ કરવામાં આવેલ છે.
જખૌ પ્રાથમિક શાળામાં હાલ 140 લોકોને સેન્ટર હાઉસમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.
જખૌ માં જખૌ પ્રાથમિક શાળા, જખૌ પી એચ સી સેન્ટર, ભાનુશાલી મહાજન વાડી,બે મદ્રેસા અને સેન્ટર હાઉસ મા સ્થળાંતર કરવામાં આવેલ છે.
લોકોની સુખાકારી માટે સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર ખડે પગે છે. સેન્ટર હાઉસમાં જિલ્લાના અધિકારીશ્રીઓ મુલાકાત લઇ તમામ વ્યવસ્થા કરી રહ્યા છે હાલમાં જ કચ્છ જિલ્લા એસપી સાહેબશ્રી કરણરાજ વાઘેલા સાહેબ,અબડાસા CDPO, અબડાસા શિક્ષણ વિભાગના અધિકારીઓ આરોગ્ય અધિકારીઓ સતત સંપર્કમાં રહી તમામ વ્યવસ્થા કરી રહ્યા છે.
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ