DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

વાવાઝોડા અંગે આગમચેતી પગલા લેવા માટે કલેકટરે તમામ અધિકારીઓ સાથે મીટીંગ યોજી

Share to



છોટાઉદેપુર જીલ્લા પ્રશાસન વાવાઝોડાની કોઈપણ પરિસ્થિતિમાં પગલા લેવા સજ્જ છે. તમામ આધિકારીઓ પોતાના ફોન ચાર્જ રાખે અને ૨૪કલાક ફોન રીસીવ કરવા તૈયાર રહે.

છોટાઉદેપુર: તા.૧૩

આજરોજ વીસી હોલમાં જીલ્લાના તમામ અધિકારીઓ સાથે વાવાઝોડા અંગે બેઠક યોજી જેમાં અન્ય તમામ ૫ તાલુકાઓના અધિકારીઓ, એસડીએમ, ટીડીઓ, મામલતદારો, એમજીવીસીએલના અધિકારીઓ ઓનલાઈનના માધ્યમથી પોતાની ઓફીસમાંથી જોડાયા હતા. કલેકટરે તમામ અધિકારીઓને ૧૬ તારીખ સુધી સતર્ક રહેવા સુચના આપી હતી અને આગમચેતી પગલા રૂપે જે કઈ કરવું પડે તે સત્વરે કરવા આદેશ આપ્યો હતો. આ બેઠકમાં એમજીવીસીએલ, આર એન્ડ્રુ બી, પુરવઠા અધિકારી, વન સરક્ષક અધિકારી, ચીફ ઓફિસર, ઈરીગેશન, ખેતી અને પશુપાલન અધિકારી, આરોગ્ય અધિકારી, મામલતદાર, ટીડીઓ આવા તમામ ખાતાના અધિકારીઓ જોડાયા હતા. તમામ વિભાગોને એક બીજાના સંકલન અને કો-ઓર્ડીનેશનમાં રહી આપતી વ્યવસ્થાપનમાં સહકાર આપવા સુચન કર્યું હતું. તમામ અધિકારીઓ અને કર્મચારીઓને વાકેફ કર્યા હતા કે ડીઝાસ્ટ્ર બાબતે કોઈપણ સુચનાને ગંભીરતાથી લેવા જણાવ્યું હતું. એમજીવીસીએલના વિભાગને જણાવ્યું હતું કે જ્યાં વીજપોલ કે ખુલ્લા વાયરને તાત્કાલિક ધોરણે સમાર કરાવવું તેમજ ઇલેક્ટ્રિક સાધનોનો પુરતો સ્ટોક રાખવો. ટીડીઓ, મામલતદારને જણાવ્યું કે તલાટીઓ, ગ્રામસેવક, આંગણવાડીઓની બહેનો, શિક્ષકો, બીટગાર્ડ, પોલીસ કે અન્ય સરકારી કર્મચારીઓનું લિસ્ટ્ મોબાઈલ નંબર સાથે તૈયાર રાખવા સલાહ આપી હતી. ઝાડ પડી જાય, નાના મકાનો પડી જાય, શેલ્ટર હોમ બનાવવા, પાવર-બેક અપ, મકાન જર્જરિત હોય, જોખમી હોય તો તેના સાઈન બોર્ડ લગાવવા, મોબાઈલ ચાર્જ રાખવા જેવા અગત્યના કામ અંગે ખાસ સતર્કતા રાખવા જણાવ્યું હતું. જીલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ ૨૪ કલાક કન્ટ્રોલ રૂમ શરુ રહે અને તમામ પ્રકારના ફોનકોલ્સને સંતોષકારક જ્વાબ મળે તેની ખાતરી કરવી. એસડીએમને ૨૪ કલાકમાં ગમે ત્યારે એનડીઆરએફ, એસડીઆરએફની જરૂરિયાત ઉભી થાય તો ૨-૪ કલાક અગાઉ નિરીક્ષણ કર્યું હોય તો ઝડપથી બોલાવી શકાય. આ ઉપરાંત અનાજ પુરવઠો, રેસ્ક્યુ ટીમ, તરવૈયા, ફાયર ફાઈટર, જોખમી હોડીંગ્સ હટાવવા, વોલીએનટ્સ, વાહનો, એમ્બ્યુલન્સ, જેસીબી જેવી તમામ સુવિધાઓ સામાન્ય નાગરિકોને મુશ્કેલીના સમયે તાત્કાલિક મળી રહે તેવી ખાતરી કરવા ભલામણ કરી હતી. સગર્ભા મહિલાઓ, દર્દીઓ કે ઈજાગ્રસ્ત લોકોને રોડ રસ્તા, વાહન કે મેડીકલ સુવિધાઓમાં અડચણ ન આવે તેની નોંધ લેશો. સામાન્ય નાગરીકોને કોઝવે, ઓવર બ્રીજ, તૂટેલા રોડ, નદી નાળા ક્રોસ ન કરવા તેમજ અફવા પર લક્ષ્ય ન આપવા સુચના આપેલ છે. આ ઉપરાંત મીડિયાકર્મીઓ અને પત્રકારોને સાચી માહિતી સમયસર મળી રહે અને યોગ્ય રીપોર્ટીંગ કરવા સુચના આપેલ છે. આમ છોટાઉદેપુર જીલ્લા પ્રશાસન વાવાઝોડા, વરસાદ કે કુદરતી આફત સમયે એકબીજાનું સંકલન સાધીને મુશ્કેલીના સમયમાં બહાર આવવા જણાવ્યું હતું.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed