ભરૂચ જિલ્લા માં નેત્રંગ તાલુકો એક આદિવાસી વિસ્તાર તરીકે પહેલેથી જ ગણના કરવા માં આવે છે, ત્યારે ગત રોજ નેત્રંગ ખાતે પહેલો આદિવાસી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ સમાજના તથા વ્યકિતગત ઉત્થાન માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું, સમાજના કુટુંબમાં એક લગ્ન કર્યા પછી જીવીએ ત્યાં સુધી લગ્નના દેવામાં જીંદગી જતી રહેતી હોય છે, જેથી સમાજ વધુ પડતો નબળો ન બને અને માં-બાપ વગરની છોકરીઓ રઝળી ન પડે તે માટેનો આ સરસ આયોજન કરવા માં આવ્યું હતું, આ પ્રસંગે નવદંપતિઓને આશીર્વાદ આપવા માટે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ નેત્રંગ નગર નાં સરપંચ હરેન્દ્ર દેશમુખ તથા નેત્રંગ નગર નાં આગેવાનો એ ઊપસ્થિત રહી નવદંપતી ને આશિર્વાદ આપ્યા હતા,