દૂરદર્શી ન્યૂઝ અખબાર ના તંત્રી રાકેશભાઈ દેશમુખ દ્વારા સાંસદ ને ફુલહાર દ્વારા સ્વાગત કર્યું…
તાજેતરમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ વાલીયા તાલુકા પંચાયતના પઠાર તાલુકા પંચાયત બેઠક વિસ્તારના ગામોની મુલાકાત લઇને લોકોને મળ્યા હતા ત્યારે અચાનક વાલીયા તાલુકાના પઠાર ગામે દૂરદર્શી અખબારના તંત્રી અને સામાજિક કાર્યકર રાકેશભાઈ દેશમુખના નિવાસસ્થાને સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા અચાનક દૂરદર્શી ન્યૂઝ ના તંત્રી ની મુલાકાતે પોહ્ચ્યા હતા અને સાંસદ અને તેઓ ના આગેવાન મિત્રો કાર્યકરો દ્વારા તેઓની મુલાકાત કરી હતી
અને તેઓ ના અખબાર ચેનલ દ્વારા પ્રસારિત થતા લોકહિત મુદ્દા સહિત સમસ્યા અંગે ના નિષ્પક્ષ સમાચારઓ ને જનતા સુધી પોંહચાડવા બદલ અખબાર અને ચેનલ ની પ્રશ્નસા કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી સાંસદ ની મુલાકાત દરમિયાન વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ સેવનતું ભાઈ વસાવા તેમજ પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા મુલાકાત દરમિયાન આખાબોલા અને હંમેશા પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા લોકો મા ખુબ પ્રચલિત નેતા છે
અને લોકહિત ના કામો કરતા આવ્યા છે ત્યારે નેત્રંગ વાલિયા જેવા વિસ્તારોમા તેઓ છેક છેવાડા ના માનવી ના પ્રશ્નો માટે પણ તેઓ સામાન્ય પરીવાર ની મુલાકાત લેતા હોઈ છે ત્યારે મીડિયા સંસ્થાનો ની પણ મુલાકાત લેતા હોઈ છે તેમના ઉમદા કામ ને લોકોની પ્રશ્નસા મળી રહી છે ત્યારે આજરોજ દૂરદર્શી અખબારના તંત્રી રાકેશભાઈ દેશમુખે પ્રજાલક્ષી વિવિધ પ્રશ્નો ની રજૂઆત કરી હતી અને પ્રજાને પડતી સમસ્યા અંગે મનસુખભાઇ વસાવા ને રજુઆત પણ કરી હતી સાંસદ દ્વારા પ્રશ્નો સાંભળી અને લોકો ની સમસ્યા પ્રશ્નો અંગે પડતી મુશ્કેલીઓ નું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી અને સમાચાર ના માધ્યમ અને રૂબરૂ પણ તેઓ એ પ્રજા ના પ્રશ્નો સમસ્યા અંગે તેઓનું ધ્યાન દોરવા માટે પણ કહ્યું હતું....
#DNSNEWS
#દૂરદર્શી ન્યૂઝ રિપોર્ટ