DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

Share to

  • નેત્રંગના ઝરણા ગામેથી ૧૮ માસનો દીપડો પાંજરે પુરાયો
  • વનવિભાગ દીપડાને પાંજરે પુરવા કવાયત હાથધરી હતી
  • નેત્રંગના ઝરણા ગામેથી ૧૮ માસનો દીપડો પાંજરે પુરાયો
  • વનવિભાગ દીપડાને પાંજરે પુરવા કવાયત હાથધરી હતી



તા.૦૯-૦૬-૨૦૨૩ નેત્રંગ.

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકો વન્યપ્રાણીઓના માટે અભિયારણ બની ગયા છે.અવરનવર દીપડા પાંજરે પુરાવાની સાથે માનવવસ્તી કે પશુઓ ઉપર હુમલાની ઘટના પ્રકાશમાં આવે છે.વનવિભાગ દ્વારા પ્રાણીની સંખ્યાની ગણતરી કરવામાં આવી હતી.જેમાં ૧ વર્ષમાં ૪૨ જેટલા દીપડાની સંખ્યા દર્શાવાય હતી.આ ત્રણેય તાલુકાના દીપડાઓની સંખ્યામાં વધારો થયો હોય તેવા દ્રશ્યો ઝરણા ગામની સીમમાંથી સામે આવ્યા છે.

છેલ્લા કેટલાક દિવસથી ઝરણા ગામની સીમમાં દીપડાના આંટા ફેરાને પગલે ગ્રામજનો ભયભીત જણાતા નેત્રંગ વન વિભાગે તાત્કાલીક મારણ સાથે સુનિલ ચતુર વસાવાના ખેતર પાસે પાંજરું ગોઠવ્યું હતું.ઝરણા ગામમાં મારણનો શિકાર કરવા માટે આવેલ ૧૮ માસનો કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હશકારો અનુભવ્યો હતો.દીપડો પાંજરે પુરાતા વન વિભાગે દીપડાને ખાતાકીય નર્સરી મોરીયાણા ખાતે લાવી વેટરનરી ડોક્ટરની તપાસ બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed