અમૃત જયંતિ મહોત્સવમાં ઝઘડિયા તાલુકા સહિત જિલ્લા પરના સહકારી આગેવાનો જોડાયા હતા.
ઝઘડિયા તાલુકા મથકે આવેલ ઘી ઝઘડીયા ગ્રુપ કો-ઓપરેટીવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ છેલ્લા ૭૫ વર્ષથી ખેડૂતોના ઉત્થાન માટે ઝઘડિયા તાલુકા મથકે કાર્ય કરે છે, સોસાયટી ૧૨૮૫ જેટલા સભાસદો ધરાવે છે સોસાયટી ઝઘડિયા ઉપરાંત રાણીપુરા, મોટાસાંજા, લીમોદરા જેવા ૧૧ ગામોના ખેડૂત સભાસદો ધરાવે છે. ખેડૂતોને લગતી સરકારી યોજનાની સહાય ઉપરાંત સોસાયટી ખેત ઓજાર, ખાતર વિગેરેનું વેચાણ કેન્દ્ર ધરાવે છે.
આઝાદી બાદ સ્થપાયેલી આ સોસાયટીમાં વિવિધ પ્રમુખોના હસ્તે ખેડૂતલક્ષી કાર્ય કરવામાં આવ્યા છે, આજે તે ૭૫ માં વર્ષમાં પ્રવેશી રહી છે તે નિમિત્તે વર્ધમાન પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર અને તેમની ટીમ દ્વારા અમૃત જયંતિ મહોત્સવની ઉજવણીનુ આયોજન કરવામાં હતુ. આ ઉજવણી પ્રસંગે ઝઘડિયા તાલુકા સહિત જિલ્લાના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભરૂચ ડીસ્ટ્રીક બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ ચેરમેન રણજીતસિંહ પરમાર, ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ઝઘડિયા એપીએમસીના ચેરમેન દીપકભાઈ પટેલ, ઝઘડિયા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેન્દ્રસિંહ વાસદિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સહકારી આગેવાનોએ સોસાયટીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર તથા ટીમ અને હોદ્દેદારોને સોસાયટીના ૭૫ માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી અને સહકારી માળખાનું મૂલ્ય સમજાવ્યું હતું.
More Stories
બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલના વિરોધમાં અપાયું આવેદન
.માંડવીના જુના કાકરાપાર ગામમાં ભૂસ્તર વિભાગના દરોળા….. રેતી માફિયા ઓમાં ફંફળાટ.…..…… બે જેસીબી મશીન, એક ટ્રક સહિત રૂ.50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.
ભરૂચ જિલ્લામાં મકાનો તથા દુકાનો ભાડે આપતા માલિકોએ ભાડુઆતની વિગતો જમા કરાવવા અંગેનું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું