DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

કેનેડાના જંગલોમાં લાગી ભીષણ આગ, હજારો લોકો ઘર છોડી ભાગ્યા, વીડિયો વાયુવેગે વાયરલ

Share to


(ડી.એન.એસ)અલ્બર્ટા-કેનેડા,તા.૦૮
કેનેડા અલ્બર્ટા પ્રાંતમાં આવેલ જંગલમાં ભયંકર આગ લાગી છે. આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં જાેઈ શકાય છે કે, હજારો લોકો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે. જંગલોમાં લાગેલી ભીષણ આગના કારણે પહેલાથી જ ઈમરજન્સીની ઘોષણા કરી ચુક્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, જંગલમાં લાગેલી આગના કારણે ૨૪,૦૦૦થી વધારે લોકોએ પોતાના ઘર ખાલી કરવા માટે મજબૂર થયા છે. વિનાશકારી જંગલની આગના વીડિયો ટિ્‌વટર પર વાયરલ થઈ રહ્યો છે. ટિ્‌વટર પર પોસ્ટ વીડિયોના કેપ્શન લખ્યું છે કેનેડાથી ગુડ મોર્નિંગ. જંગલોમાં ભયંકર આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બીજી એક ક્લિપમાં ઉત્તરી અલ્બર્ટાના એક શહેરમાંથી વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં જાેઈ શકાય છે કે, ત્રણ અલગ અલગ જગ્યા પર આગ લાગેલી છે.


Share to

You may have missed