આતંકવાદીઓની બેરેકમાં બંધ અતિક અહેમદ હવે તડકો પણ જાેવા તરસી જશેઉમેશ પાલ અપહરણ કાંડમાં અતિક અહેમદને આજીવન કેદની સજા થતા સાબરમતી સેન્ટ્રલ જેલની અંડા સેલમાં રખાયો

Share to


(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૮
ઉત્તરપ્રદેશનો બાહુબલી માફિયા અતિક અહેમદે અમદાવાદની સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે ભોગવેલા જલસા ઉપર પૂર્ણવિરામ મૂકાઇ ગયો છે અને હાલ પાકા કામના કેદી તરીકે તેણે આતંકવાદીઓ સાથે રહેવાનો વારો આવ્યો છે. ઉમેશ પાલ અપહરણ કાંડમાં અતિક અહેમદને આજીવન કેદની સજા થતા તેને સાબરમતી સેન્ટ્રલ જેલની અંડા સેલમાં રાખવામાં આવ્યો હતો. અતિક અહેમદ મામલે વિવાદ વધુને વધુ વકરતા અંતે તેને ૨૦૦ ખોલીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જ્યાં વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટના આતંકવાદીઓ રહે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં આંતકવાદીઓ જે ખોલીમાં રહે છે, ત્યાં હવે અતિક અહેમદને રહેવાના દિવસો આવી ગયા છે. જેલના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, અતિક અહેમદની બેરેક (ખોલી) બદલી દેવામાં આવી છે. અતિક અહેમદ જ્યારે ચાર વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો ત્યારે તેણે જેલમાં ખૂબ જલસા કર્યા હોવાનો આરોપ લાગી રહ્યો હતો. અતિક જેલમાં બેઠો બેઠો આઇફોનનો ઉપયોગ કરીને ઉત્તરપ્રદેશની ગેંગ પણ હેંન્ડલ કરતો હોવાનો પણ આરોપ લાગ્યો છે. થોડા દિવસ પહેલા અતિક અહેમદને યુપી પોલીસ પ્રયાગરાજ લઇ ગઇ હતી. ઉમેશપાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે અતિકને આજીવન કેદની સજા ફટકારી હતી. સજા ફટકાર્યા બાદ અતિક અહેમદને પરત સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. જેલમાં આવતાની સાથે જ તે કેદી નંબર ૧૭૦૫૨ નંબર થઇ ગયો હતો. હવે અતિકને જાેવા માટે પણ તેમના સંબંધીઓ તરસી જશે તેવી સ્થિતી જેલ સત્તાશીશોએ ઉભી કરી છે. અતિકની બેરેક બદલી દેવામાં આવી છે અને તેને જેલની સૌથી હાઇસિક્યોરીટી ઝોનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૮માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં સંડોવાયેલા આતંકવાદીઓને જેલની ૨૦૦ ખોલીમાં રાખવામાં આવ્યા છે, ત્યાર અતિક અહેમદને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ૧૦૦ બેરેક (ખોલી)માં આંતકવાદીઓ છે, જ્યારે ૫૦ બેરેકમાં એકલો અતિક અહેમદ છે. જેલના આધારભુત સૂત્રોના જણાવ્યા અનુસાર, અતિક અહેમદને લોકઅપની બહાર કાઢવામાં આવશે નહીં. લોકઅપની અંદર બાથરુમની સુવિધા છે ત્યારે તેની બેરેકને ફરતે સિક્યોરીટી ગાર્ડ ગોઠવી દેવામાં આવ્યા છે. આ સિવાય ૨૪ કલાક સીસીટીવી કેમેરાથી તેના પર વોચ રાખવામાં આવશે. અતિક અહેમદને તડકો પણ નસીબ નહીં થાય તેવું જેલ સત્તાશીધો કહી રહ્યા છે. આ સિવાય અતિકને કોઇ મળવા આવશે તો પણ તેને મળવા દેવામાં આવશે નહીં. ૨૦૦ ખોલીમાં ચાર યાર્ડ આવેલા છે. જેમાં એક યાર્ડમાં ૫૦ ખોલી એટલે કે બેરેક છે. ચાર યાર્ડમાં ૨૦૦ બેરેક છે, જેના કારણે તેનું નામ ૨૦૦ ખોલી પડ્યું છે. ૧૦૦ બેરેકમાં આંતકવાદીઓને રાખવામાં આવ્યા છે, જ્યારે ૫૦ બેરેકમાં એકલા અતિક અહેમદને રાખવામાં આવ્યો છે. અતિક અહેમદને બેરેકની બહાર કાઢવામાં આવશે નહીં. એક બેરેકમાં અતિકનું જીવન પસાર થશે, કોઇ કામ પણ નહીં કરાવે. જેલ સત્તાધીશોના જણાવ્યા અનુસાર, અતિક અહેમદને જેલનું કોઇ કામ કરાવવામાં આવશે નહીં. ઉમેશપાલ અપહરણ કાંડમાં જ્યારે અતિકને સજા પડી ત્યારે કોર્ટે ચુકાદામાં ઉલ્લેખ કર્યો હતો કે, અતિકને જેલમાં કામ આપવું નહીં. અતિક જેલમાં કામ કરે તો બીજા કેદીઓના સંપર્કમાં આવે અને તે જેલમાં બેઠો બેઠો તેની ગેંગ પણ ચલાવી શકે. અતિક જેલમાં બેઠો બેઠો પોતાના નેટવર્ક ચલાવે નહીં તે માટે તેને ૨૦૦ ખોલીમાં મુકી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી કોર્ટ કોઇ ર્નિણય લે નહીં ત્યાં સુધી અતિક અહેમદને એક જ બેરેકમાં પોતાનું જીવન પસાર કરવું પડશે.


Share to