September 7, 2024

માંડવી તાલુકાના બલાલ તીર્થ ગામની સીમમાંથી માંડવી પોલીસ તંત્ર દ્વારા પશુઓ અને ટ્રક ની કિંમત મળી કુલ રૂપિયા ૯,૫૫૦૦૦/ નો મુદ્દા માલ ઝડપી પાડ્યો.

Share to


રિપોર્ટર.. નિકુંજ ચૌધરી ન્યૂઝ દૂરદર્શી


માંડવી તાલુકાના બલાલ તીર્થ ગામ ની સીમમાંથી પશુઓ ભરેલ ટ્રક બાતમીના આધારે ઝડપી પાડવામાં આવી હતી. જેમાં 13 ભેસોને ઉગારી લેવાય. પોલીસ તંત્ર પાસેથી માહિતી અનુસાર ચિરાગભાઈ પુજારી સુરત જિલ્લા બજરંગ દળ ના સંયોજક ફોન દ્વારા જણાવેલ કે ઝંખવાવ ગામ થી ગેર કાયદેસર પશુ ભરીને ફેદરિયા ચોકડી ઉકાઈ રોડ ઉપર થઈ માલેગાવ ખાતે એક ગાડી જનાર છે એવી પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જે અંગે ચિરાગ પૂજારી તથા તેમની ટીમ તથા પોલીસ તંત્ર દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી જેમાં મહુડી ગામે રસ્તા પાસે ટ્રક ઉભી રાખી હતી જે દરમિયાન અંધારાનો લાભ લઇ ડ્રાઇવર નાસી છૂટેલ હતો. ગાડીમાં તપાસ કરતાં ટાટા એલપી ગાડી નંબરGJ_09-Z1356 માં ૧૩ નંગ ભેસો ખીચોખીચ કુર્તાપૂર્વક ભરવામાં આવેલ હતી જેમાં ઘાસ પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી. આ ગાડી ની કિંમત રૂપિયા5,00000/ તથા ૧૩ ભેંસો ની કિંમત રૂપિયા4,55000/કુલ મળી રૂપિયા9,55,000/નો મુદ્દા માલ પોલીસ તંત્ર દ્વારા કબજે કરવામાં આવેલ હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
તમામ પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.


Share to

You may have missed