September 8, 2024

આચારસંહિતાનાં અમલ સાથે પદાધિકારીઓએ સરકારી ગાડી અને ફોન મુકી દીધાં

Share to





ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત સાથે સુરતમાં આચાર સંહિતાનો અમલ શરુ થઈ ગયો છે. વહિવટી તંત્રએ રોડ પરથી સરકારી હોર્ડિગ્સ બેનર હટાવી દીધા હતા તો બીજી તરફ પાલિકાના પદાધિકારીઓએ સરકારી ગાડી અને ફોનની સુવિધા પરત કરી દીધી છે.ગુજરાત વિધાનસભાની ચુંટણીની આચાર સંહિતા પહેલાં સુરતના મેયર- સ્થાયી સમિતિ અધ્યક્ષે એક પત્રકાર પરિષદ કરી હતી. આ પત્રકાર પરિષદ કરી ત્યારે બન્ને પદાધિકારીઓ પાલિકાએ આપેલી ગાડીમાં પાલિકા કચેરી આવ્યા હતા. મેયરની પત્રકાર પરિષદની ગણતરીની મિનિટોમાં જ ચુટણી પંચે ચુંટણીની તારીખ જાહેર કરી દીધી હતી. જેનાં કારણે મેયરે પાલિકાએ દ્વારા આપવામાં આવેલો ફોન અને ગાડી જમાં કરાવી દીધી હતી. સરકારી ગાડીમાં આવેલાં મેયર આચાર સંહિતાં જાહેર થઈ ગયાં પછી પોતાની ગાડીમાં ગયાં હતા. મેયરની સાથે સાથે પાલિકાના અન્ય પદાધિકારીઓએ પાલિકાએ ફાળવેલી ગાડી અને ફોન જમા કરાવી દીધા છે.આ ઉપરાંત હવે પદાધિકારીઓની કચેરીમાં તેઓ બેસી શકશે પરંતુ કોઈ રાજકીય પ્રવૃત્તિ કરી શકશે નહીં અને કોઈ યોજનાનો લાભ પણ આપી શકશે નહીં



રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Share to

You may have missed