September 7, 2024

લાલ કિલ્લા પર હુમલો!, જીઝ્રએ આપ્યો ઝાટકોલશ્કરના આતંકવાદી અશફાકની ફાંસીની સજા યથાવત

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૩
સુપ્રીમ કોર્ટે લશ્કર-એ-તૈયબાના ૨૨ ડિસેમ્બર ૨૦૦૦ની રાત્રે આર્મી બેરેક પર આતંકવાદી હુમલા માટે દોષિત અને માસ્ટરમાઈન્ડ આતંકવાદી મોહમ્મદ અશફાક ઉર્ફે આરીફની આતંકવાદી લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ૧૦ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ આતંકી આરિફને મોતની સજા સંભળાવી હતી. અશફાક વતી રિવ્યુ પિટિશન પર ફરીથી ઓપન કોર્ટમાં સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં ૫ જજની બંધારણીય બેન્ચે જુલાઈ ૨૦૧૯ના રોજ પાકિસ્તાની નાગરિક આરિફ ઉર્ફે અશફાકની તે અરજી સ્વીકારી હતી, જેમાં ઓપન કોર્ટમાં ફરીથી સમીક્ષા અરજીની સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી, જેના પર કોર્ટે તેની મંજૂરી આપી હતી. આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી આરિફને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ૨૨ ડિસેમ્બર ૨૦૦૦ના રોજ થયેલા આ આતંકવાદી હુમલામાં ત્રણ જવાનોની સાથે અનેક આતંકીઓ પણ માર્યા ગયા હતા. લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ૧૦ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ આતંકવાદી આરિફને ફાંસીની સજા સંભળાવી હતી, પરંતુ આજ સુધી તેને ફાંસી આપવામાં આવી નથી. આ મામલાની તપાસની જવાબદારી દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર સુરેન્દ્ર સંતની હતી અને તે કાશ્મીર લઈને દિલ્હી આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં આતંકવાદી આરિફે કહ્યું હતું કે તેની સમીક્ષા અરજીની સુનાવણી ઓપન કોર્ટમાં કરવામાં આવી નથી. આથી તેની રિવ્યુ પિટિશન પર ફરીથી ઓપન કોર્ટમાં સુનાવણી થાય તો તે ન્યાયના હિતમાં રહેશે. સુપ્રીમ કોર્ટે અશફાકની ફાંસીની સજા પણ પહેલાથી જ મુહર લગાવી દીધી છે. દેશની સર્વોચ્ચ અદાલત આજે ફરી દાખલ કરાયેલી સમીક્ષા અરજી પર પોતાનો ચુકાદો આપશે. આ ર્નિણય એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ કેસમાં દોષિત વતી ફરીથી રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જ્યારે સુપ્રીમ કોર્ટના ર્નિણયમાં કહેવામાં આવ્યું હતું કે દરેક રિવ્યુ પિટિશનની સુનાવણી ઓપન કોર્ટમાં થવી જાેઈએ.


Share to

You may have missed