September 8, 2024

વડાપ્રધાન ૬ નવેમ્બરે આવશે ગુજરાત,વલસાડ-સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે

Share to


(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ૬ નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે મોરબીની દુર્ઘટના બાદ ઁસ્ મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી. ઁસ્ મોદીની મોરબી મુલાકાત અંગે જાણકારી આપતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. ઁસ્ મોદીએ હોસ્પિટલમાં મુલાકાત લઇને તબીબોને જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ સિવાય આ માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના પણ આપી છે. ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ તંત્રએ કરેલી રેસ્ક્યુ કામગીરીથી ઁસ્ મોદીને સંતોષ હોવાનું પણ પાટીલે કહ્યું હતું. આ પહેલા મંગળવારે મોરબી પહોંચેલા વડાપ્રધાને પુલ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. ઁસ્ મોદીએ મોરબી જિલ્લાની સ્થાનિક હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઘાયલોની ખબર લીધી હતી. તેમણે બચાવ અને રાહત કાર્યમાં જાેડાયેલા લોકો સાથે પણ વાતચીત કરી અને તેમની ધીરજની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે મચ્છુ નદી પર લટકતો પુલ તૂટી પડતાં ૧૩૫ લોકોનાં મોત થયાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતના મોરબીમાં દુર્ભાગ્યપૂર્ણ પુલ અકસ્માતની પરિસ્થિતિની સમીક્ષા કરવા પીડિતોને મળ્યા અને સ્થળની મુલાકાત લીધા પછી એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક દરમિયાન વડાપ્રધાને કહ્યું કે અધિકારીઓએ અસરગ્રસ્ત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જાેઈએ અને ખાતરી કરવી જાેઈએ કે તેઓને આ દુઃખની ઘડીમાં શક્ય તમામ મદદ મળે. આ સાથે જ અધિકારીઓએ વડાપ્રધાનને બચાવ કામગીરી અને અસરગ્રસ્ત લોકોને આપવામાં આવેલી સહાય વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે સમયની જરૂરિયાત છે કે એક વિગતવાર અને વ્યાપક તપાસ કરવામાં આવે જે આ દુર્ઘટના સાથે જાેડાયેલા તમામ પાસાઓને ઓળખી શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે તપાસમાંથી મળેલા મહત્વના બોધપાઠને વહેલામાં વહેલી તકે લાગુ કરવામાં આવે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત સરકારમાં મંત્રી શ્રી બ્રિજેશ મેરજા, ગુજરાતના મુખ્ય સચિવ, રાજ્યના ડીજીપી, સ્થાનિક કલેક્ટર, એસપી, પોલીસ મહાનિરીક્ષક, ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed