September 7, 2024

અલંગ ત્રાપજ રોડ પર ફર્નિચરમાં વિકરાળ આગ, ફર્નિચરનો જથ્થો બળીને ખાખ થઇ ગયો

Share to


(ડી.એન.એસ)ભાવનગર,તા.૦૩
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ રોડ પર આવેલ ખાડા માં ફનીચરના સમાન માં રાત્રે વિકરાળ આગ લાગી હતી, આગ લાગતા લોકોનો ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. સમગ્ર બનાવ અંગે અલંગ ફાયર વિભાગ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ ત્રાપજ રોડ આવેલ ખાડામાં આવેલ એક ફર્નિચરનું વેચાણ કરતાં છગનભાઈ નામનાં વેપારીના ખાડામાં રાત્રીએ આગ લાગતાં જાેતજાેતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પ્લોટમાં આગ પ્રસરી જવા પામી હતી, આ આગમાં પ્લાય, લાકડું, સોફાસેટ સહિત ફર્નિચરનો જથ્થો સળગીને ખાખ થયો હતો. આ ઘટનાની જાણ અલંગ ફાયરબ્રિગેડને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ૩ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, આ આગમાં અલંગ ફાયરબિગ્રેડ બે બ્રાઉઝર દ્રારા ૯૦ હજાર લીટર પાણીનો છટકવા કરવામાં આવ્યો હતો, આ આગના બનાવમાં મોટી માત્રામાં ફર્નિચર નો જથ્થો સળગી જવા પામ્યો હતો જાેકે આગ લાગવાનું કારણ કે નુકશાની નું કારણ જાણવા મળ્યું નથી.


Share to

You may have missed