(ડી.એન.એસ)શિલોંગ,તા.૦૩
મેઘાલય હાઈકોર્ટે સગીરના જીવનસાથી વિરુદ્ધ ર્ઁંઝ્રર્જીંના આરોપોને ફગાવી દેતા કહ્યું છે કે ર્ઁંઝ્રર્જીં એક્ટ મુજબ, ‘સેક્સ્યુઅલ એસોલ્ટ’ શબ્દને એવા કૃત્ય માટે જવાબદાર ગણી શકાય નહીં, જ્યાં યુવક યુવતી (બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ) વચ્ચે પરસ્પર પ્રેમ અને સ્નેહ હોય. ર્ઁંઝ્રર્જીં આરોપી અને પીડિતાની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કરતી વખતે જસ્ટિસ ડબલ્યુ ડિઅંગદોહની બેન્ચ દ્વારા આ અવલોકન કરવામાં આવ્યું હતું. સગીરની માતાએ પોલીસ અધિકારી સમક્ષ એફઆઈઆર નોંધાવી હતી કે ફરિયાદી નંબર ૧/આરોપીએ તેની સગીર પુત્રીની બે વખત જાતીય સતામણી કરી હતી. આ ઘટના કથિત રીતે તેણીની સગીર પુત્રી/પીડિતા દ્વારા વર્ણવવામાં આવી હતી, તેણી અભ્યાસ કરતી હતી, તે શાળાના શિક્ષક દ્વારા રૂમમાં ગેરહાજર રહી હતી. ત્યારબાદ પોલીસે ર્ઁંઝ્રર્જીં એક્ટની કલમ ૫(ન્)/૬ હેઠળ કેસ નોંધ્યો હતો અને અરજદાર નંબર ૧ની ધરપકડ કરવામાં આવી હતી અને જામીન પર મુક્ત થયા પહેલા લગભગ ૧૦ મહિના સુધી કસ્ટડીમાં રહ્યો હતો. તેણીએ સગીર પીડિતાની માતા સાથે મળીને કેસને રદ કરવાની માંગ કરતી હાલની અરજી દાખલ કરી છે. સગીર યુવતીએ સીઆરપીસી ૧૬૪ અને ૧૬૧ હેઠળ તેના નિવેદનમાં જણાવ્યું હતું, કે આરોપી તેનો પ્રેમી છે અને તેની સાથે તેના સંબંધો સહમતિથી અને તેની પોતાની મરજીથી હતા. અરજદારોના વકીલે એવી પણ રજૂઆત કરી હતી કે, આ એક એવો કેસ છે કે જ્યાં બે કિશોરો પ્રેમસંબંધમાં સંકળાયેલા છે અને કાયદાકીય પ્રતિબંધોથી અજાણ છે, તેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છા અને સંમતિથી શારીરિક સંબંધમાં હતા. એવી દલીલ કરવામાં આવી હતી કે, તે જાતીય સતામણીનો કેસ નથી, જે ર્ઁંઝ્રર્જીં એક્ટની જાેગવાઈઓ પરથી સમજી શકાય છે. કેસના તથ્યોને ધ્યાનમાં લેતા કોર્ટે શરૂઆતમાં અવલોકન કર્યું હતું, કે બળાત્કાર અથવા જાતીય હુમલાના કિસ્સામાં કાયદો ફક્ત પીડિતાની શારીરિક સ્થિતિને જ અસર કરતો નથી, પરંતુ તે ખૂબ જ ઊંડા ભાવનાત્મક ઘાવ પણ આપે છે. જે દર્દનાક અનુભવ અને પીડિતાની વેદનાને મનમાંથી ભૂંસી નાખવા માટે લાંબા સમયની જરૂર પડે છે. કોર્ટે વધુમાં નોંધ્યું હતું, કે બાળકની સંમતિએ બિલકુલ સંમતિ નથી, જાે કે, હાલના કેસમાં પીડિત સગીર અને આરોપી વચ્ચે પરસ્પર પ્રેમ અને સ્નેહ હતો. કોર્ટે અવલોકન કર્યું, એવા કિસ્સામાં જ્યાં સગીર અને વ્યક્તિ વચ્ચે પરસ્પર પ્રેમ અને સ્નેહ હોય, તો શારીરિક સંબંધ પણ બની શકે છે. જાેકે કાયદા હેઠળ સગીરની સંમતિએ જાતીય ગુના માટેની કાર્યવાહી કહી શકાય નહિ. પરંતુ ચોક્કસ કેસની વિચિત્ર હકીકતો અને સંજાેગોને ધ્યાનમાં રાખીને, જેમકે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના કિસ્સામાં. ખાસ કરીને, જાે બંને હજી ખૂબ જ નાના હોય, તો ‘જાતીય હુમલો’ શબ્દને વ્યાખ્યાયિત કરી શકાય નહિ. કારણ કે બંને વચ્ચે પરસ્પર પ્રેમ અને સ્નેહ છે. ર્ઁંઝ્રર્જીં અધિનિયમ હેઠળ કોર્ટ તેના માટે જવાબદાર ગણી શકાય નહીં. કોર્ટે ટિપ્પણી કરી હતી કે જાે કેસ રદ કરવામાં આવે તો તે ન્યાયના હિતમાં છે. પરિણામે, અરજી સ્વીકારવામાં આવી હતી અને પીટીશનર નંબર ૧ને ઉપરોક્ત ફોજદારી કેસને બધી જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
More Stories
*અબડાસા તાલુકાના નલિયા થી ૮ કિલોમીટર ની અંતરે આવેલ મુઠીયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવ ની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.*
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા