September 4, 2024

ચૂંટણીની તારીખોની જાહેરાત થતા મલ્લીકાઅર્જુન ખડગેએ કોંગ્રેસના સંકલ્પો જાહેર કર્યાં

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૩
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ બંને ફોર્મમાં જાેવા મળ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ અંગે ટિ્‌વટ કરીને ગુજરાત કોંગ્રેસના ૮ સંકલ્પો વિશે જણાવ્યું હતું. તેમનું કહેવું છે કે તેઓ ૭ કરોડ ગુજરાતી બહેન-ભાઈ પરિવર્તન માટે માત્ર કોંગ્રેસને જ વિકલ્પ માને છે. ગુજરાત કોંગ્રેસના સંકલ્પમાં ૫૦૦ એલપીજી સિલિન્ડર, ૧૦ લાખ સુધીની મફત સારવાર અને દવાઓ, સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ અને ૩૦૦ રૂપિયાના બેરોજગારી ભથ્થાનો સમાવેશ થાય છે. આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં ભાજપ સામે અનેક મુદ્દા ઉઠાવી રહી છે. આ સાથે તે પાર્ટીને મજબૂત કરવા માટે પણ ઘણા પગલાં લઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના ૮ સંકલ્પ છે જેમાં પહેલો સંકલ્પ છે ૫૦૦ રૂપિયામાં એલપીજી સિલિન્ડર, બીજાે સંકલ્પ છે ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી, ત્રીજાે સંકલ્પ છે ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને દવાઓ, ચોથો સંકલ્પ છે ખેડૂતોની ૩ લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે, પાંચમો સંકલ્પ છે સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ અને ૩૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું, છઠો સંકલ્પ છે હજાર સરકારી અંગ્રેજી માધ્યમની શાળા, સાતમો સંકલ્પ છે સહકારી મંડળીમાં દૂધ પર પ્રતિ લિટર રૂ.૫ સબસિડી, અને આઠમો અને છેલ્લો સંકલ્પ છે કોરોનાથી જીવ ગુમાવનારા ૩ લાખ લોકોના પરિવારને ૪ લાખ રૂપિયાનું વળતર.


Share to

You may have missed