મોરબી ખાતે બનેલ કેબલ બ્રિજ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકીય શોક જાહેર કરવામાં આવેલ છે તેમજ પ્રાર્થના સભાનું આયોજન મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારે દેડીયાપાડા તાલુકા પંચાયત કચેરી તથા તાલુકાની તમામ ગ્રામ પંચાયતો ખાતે મોરબી દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના સભા યોજી, બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ડેડીયાપાડા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી સેજલ બેન સંગાડાની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
દિનેશ વસાવા
ડેડીયાપાડા
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,