જૂનાગઢ પોલીસ દ્વારા _વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ઓટો રીક્ષામાં Apple કંપનીનો I phone કિ. રૂ. ૬૦,૦૦૦/- ની કિંમતનો ભૂલી ગયેલ મોબાઇલ ફોન નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી કાઢેલ.*_
💫 _અરજદાર ભરતભાઇ વ્યાસ જૂનાગઢના કાળવા ચોક વિસ્તારમાંથી મધુરમ ગેઇટ જવા રીક્ષામાં બેઠેલ હતા, મધુરમ ગેઇટ પાસે રોડ ઉપર ઊતરી ગયા બાદ તેમને માલૂમ થયેલ કે તેમનો Apple કંપનીનો i phone રૂ. ૬૦,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન રીક્ષામાં જ ભૂલી ગયેલ હતા. આ મોબાઇ ફોન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમના સબંધીઓ વ્યથિત થઈ ગયેલ હતા. ભરતભાઇ દ્વારા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ. આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા દ્રારા Apple કંપનીનો i phone શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે*, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
💫 _જૂનાગઢ હેડ ક્વાર્ટર ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ. વિક્રમભાઇ જીલડીયા, વુ.પો.કોન્સ. પાયલબેન વકાતર, કિંજલબેન કાનગડ એન્જી.નીતલબેન સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ભરતભાઇ જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરતા ભરતભાઇ કાળવા ચોક વિસ્તારથી ઓટો રીક્ષામાં બેઠેલ, તે રીક્ષાને ટ્રેક કરતા રીક્ષા મધુરમ ગેઇટ સુધી CCTV CAMERAમાં નજરે પડેલ. CCTV ફૂટેજ દ્રારા તે ઓટો રીક્ષાનો નંબર GJ 11 UU 5786 શોધી કાઢવામાં આવેલ._
💫 _ઓટો રીક્ષાના નંબરની માહિતી આધારે રીક્ષા ચાલકનું નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતુ. રીક્ષા ચાલકને શોધી નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પૂછ પરછ કરતા તેમને પોતાની રીક્ષામાં કોઇ પેસેન્જરનો મોબાઇલ ફોન ભુલી ગયાનુ ધ્યાને આવેલ પરંતુ આ ફોન બંધ હાલતમાં હોય જેથી આ કોનો છે? તે તેમને માલુમ ના હતુ. *નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ભરતભાઇનો Apple કંપનીનો iphone રૂ. ૬૦,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ગણતરીની કલાકોમાં પરત કરેલ હતો. નેત્રમ શાખા દ્વારા પોતાનો મોબાઇલ ફોન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ભરતભાઇ દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો….*_
💫 _*જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ની પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ભરતભાઇનો Apple કંપનીનો i phone રૂ. ૬૦,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ગણતરીની કલાકોમાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે….
મહેશ કથીરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ_
More Stories
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
ભરૂચ જિલ્લા એસપીએ એક સાથે 19 પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીનો હુકમ કર્યો છે.જેમાં 8 લીવ રિઝર્વના પીઆઈઓને પોલીસ મથકનોમાં હાજર કર્યા છે.
જુનાગઢ, બુકર ફળીયા મોટી શાર્કમાર્કેટ વિસ્તારના ‘૩ ઇસમોને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત, વડોદરા, તેમજ અમદાવાદ ખાતે ધડેલતી જુનાગઢ, કાઈમ બ્રાન્ચ