દિવાળી વેકેશનમાં ફરવાં માટે મોટી સંખ્યામાં સુરતીઓ બહારગામ ગયાં છે. ફરવાં નથી ગયાં એવાં સુરતીઓએ વેકેશન દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝને સારો બિઝનેસ રળી આપ્યો છે. રજાઓ દરમિયાન હોટલોમાં ગ્રાહકોની ભીડ રહી હતી.
દિવાળી વેકેશન દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝને સરેરાશ કરતાં વધુ બિઝનેસ મળ્યો છે.જોકે ક્રિકેટ મેચનાં દિવસોમાં ધંધો થોડો ઓછો થઈ જાય છે. આમછતાં, પ્રમાણમાં સારો ધંધો શહેરની 300 થી 350 જેટલી હોટલોને મળ્યો છે. કોવિડ પહેલાં મોટી રેસ્ટોરન્ટો ખૂલવાનું પ્રમાણ ખૂબ જ સારું હતું. ઘણી હોટલો પણ ખુલતી હતી. પરંતુ કોવિડ મહામારીને કારણે ચિત્ર એકાએક જ બદલાઈ ગયું હતું. નવી હોટલ ખૂલવાં ઉપર બ્રેક લાગી ગઈ છે, જે હજુ પણ ચાલુ છે. અત્યારે શહેર બહાર ગાર્ડન રેસ્ટોરન્ટ જેવી હોટલો ખુલી રહી છે.શહેરનાં હોટલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝને ધંધો બેશક સારો મળે છે. પરંતુ ફૂટપાથ અને લારી કલ્ચર સાથે સ્પર્ધા કરવી પડે છે. ફૂટપાથ ઉપર ખાણીપીણી માટે ગ્રાહકોની ભારે ભીડ હોય છે. આ સ્થિતિ કાયમ જ હોય છે. જ્યારે હોટલ અને રોસ્ટરોન્ટમાં આવી સ્થિતિ જવલ્લે જ હોય છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત
More Stories
*અબડાસા તાલુકાના નલિયા થી ૮ કિલોમીટર ની અંતરે આવેલ મુઠીયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવ ની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.*
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા