September 7, 2024

જલારામ જયંતિ નિમિત્તે ડેડીયાપાડામાં જલારામ બાપાની શોભાયાત્રા નીકળી. મુસ્લિમ બિરાદરોએ શોભાયાત્રા નું સ્વાગત કર્યું. કોમી એકતાના દર્શન થયા.

Share to





દેડિયાપાડાના જલારામ મંદિરના શ્રી.શ્રી. ૧૦૦૮ નિર્મોહી અખાડાના શ્રી. શ્રી. સુરેન્દ્રદાસજી મહારાજના સાનિધ્યમાં જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિરે થી વાજતે ગાજતે જલારામ બાપાની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા દેડિયાપાડા ચાર રસ્તાથી મુખ્ય બજારમાં થઇને લીમડા ચોકથી મોઝદા રોડથી પરત નિજ મંદિરે ફરી હતી. સંતો, મહંતો, સાધુઓ, જલારામ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા. ડેડીયાપાડા ના મુસ્લિમ બિરાદરોએ આ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. શોભાયાત્રામાં કોમી એકતાના દર્શન થયા હતા. જલારામ મંદિરે ભક્તોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. પ.પૂજય. સુરેન્દ્રદાસજી મહારાજે જલારામ જયંતિની ઉજવણીનું મહત્વ ભક્તોને સમજાવ્યું હતું. ભકતોને આશીર્વાદ આપ્યા હતા. દેડિયાપાડા ખાતે આવેલા જલારામ મંદિરે પ. પૂજય સુરેન્દ્રદાસજી મહારાજ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓ માટે, સાધુ સંતો મહંતો અને ભક્તો, સંન્યાસી માટે ગરીબો માટે બારેમાસ ચોવીસ કલાક અન્નક્ષેત્ર, સદાવ્રત ચાલે છે
દિનેશ વસાવા
દૂરદર્શી ન્યૂઝ
ડેડીયાપાડા
9909355809


Share to

You may have missed