September 8, 2024

ભાજપ કાર્યાલય પર ટિકિટ લેવા પડાપડી, સેન્સ લેવાની બીજા દિવસની કામગીરી પૂર્ણ

Share to






સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરી છે.જેમાં છેલ્લા બે દિવસમાં 10 વિધાનસભાના દાવેદારોને સાંભળવામાં આવ્યાં હતા.સુરતમાં છ વિધાનસભાની બેઠક ઉપરના દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. ઉધનામાં 46, મજુરા 10, ચોર્યાસી 58, કતારગામ 23, વરાછા 21 , કરંજ 24 દાવેદારો નોંધાયાં હતાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરી છે. છેલ્લા બે દિવસમાં 10 વિધાનસભાના દાવેદારોને સંભળવામાં આવ્યા છે. ગતરોજ છ વિધાનસભાની બેઠક ઉપરનાં દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં ઉધના, વરાછા, ચોર્યાસી, મજુરા, કરંજ અને કતારગામ બેઠકનાં દાવેદારો આવ્યાં હતા. ઉધનામાં 46, મજુરા 10, ચોર્યાસી 58, કતારગામ 23, વરાછા 21 , કરંજ 24 દાવેદારો નોંધાયાં હતા. એટલે કુલ 182 દાવેદારો નોંધાયાં હતા.બીજા દિવસે ચાર બેઠક ઉપર દાવેદારી નોંધાય હતી. એમાં સુરત પૂર્વ, લીંબાયત, સુરત ઉત્તર અને સુરત પશ્વિમ બેઠકનો વારો હતો.સુરત પૂર્વમાં 54 દાવેદારો નોંધાયા હતા. અને સુરત પશ્ચિમમાં 62 દાવેદારો નોંધાયા હતા. તથા બપોર બાદ સુરત ઉત્તર બેઠક માટે 35 અને લિંબાયત બેઠક માટે 29 દાવેદારોએ કરી દાવેદારી નોંધવામાં આવી હતી. નિરીક્ષકોને રજુઆત કરીને તમામ થયાં રવાનાં થયાં હતા. સુરત ઉત્તર બેઠક માટે 35 દાવેદાર નોંધાયા છે. લીંબાયત વિધાનસભા માટે 29 દાવેદારો આવ્યાં હતાં અને સુરત પશ્ચિમ માટે આવ્યાં હતા 62 દાવેદાર નોંધાયાં છે.સુરત પૂર્વ માટે 54 દાવેદાર નોંધવામાં આવ્યાં છે. એમ આજે કુલ 180 દાવેદારો ચાર બેઠક માટે આવ્યાં હતા. એમ બે દિવસમાં કુલ 362 દાવેદારો 10 બેઠક ઉપર નોંધાયાં હતા.



રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Share to

You may have missed