September 6, 2024

આજે ડેડીયાપાડા ખાતે આવેલા પીઠા ગ્રાઉન્ડમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને ભાગવત માન જનમેદનીને સંબોધશેઆપે ચૈતર વસાવાને ટિકીટ આપી ૧૪૯ મતવિસ્તારની ચુંટણીની દિશા અને દશા જ બદલી નાખી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે

Share to




ડેડીયાપાડા : ગુજરાતમાં ચુંટણીનો માહોલ શરૂ થઈ ગયો છે. આ ચુંટણીના પડખમ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને ભાગવત આજે ડેડીયાપાડા ખાતે આવેલા પીઠા ગ્રાઉન્ડમાં જનમેદનનીને સંબોધશે. આ સભામાં લોકો માટે કંઈક નવી જાહેરાત થાય તો નવાઈ નહી.

આમ આદમી પાર્ટીએ તબક્કાવાર ગુજરાતમાં પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. છેલ્લે સુધીની અટકળો બાદ ૧૪૯ ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર આ વિસ્તારના કદાવર નેતા તરીકે ચૈતર વસાવાને ટિકીટ આપી આમ આદમી પાર્ટીએ મતવિસ્તારની ચુંટણીની દિશા અને દશા જ બદલી નાખીતો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ૧૪૯ ડેડીયાપાડા વિધાનસભાની ટિકીટ આપી માસ્ટર કાર્ડ ખોલ્યું હોવાનું સૂત્રોમાં ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે આજરોજ યોજાવામાં આવેલી સભામા તરફ લોકોની મિંટ મંડાયેલી રહેશે.
ચૈતર વસાવા સમાજના તમામ પ્રશ્નો બાબતે અવાજ ઉઠાવતા રહ્યા છે. હંમેશા મદદ માટે ખડેપગે રહેનાર અને લોકો સાથે મૃદુ સ્વભાવ ધરાવતા વ્યક્તિને ટિકીટ મળતાં સમ્રગ વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ છે. ત્યારે આવનારા સમયમાં જ ખરૂ ચિત્ર સ્પષ્ટ થશે.
૦૦૦૦૦


Share to

You may have missed