ગુનાખોરી અટકાવવાં માટે લોકોનો અભિપ્રાય જાણવાં માટે જાહેર સ્થળો પર મુકવામાં આવેલાં સજેશન બોક્સનો સુરત પોલીસનો નવતર પ્રયોગ પોલીસ માટે કારગત નીવડી રહ્યો છે.
પોલીસ અને પ્રજા વચ્ચેનો સંવાદ વધુને વધુ મજબુત બને અને શહેરીજનો કોઇ પણ ડર વિના પોતાની રજૂઆત પોલીસ સુધી પહોંચાડી શકે તે હેતુથી સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સજેશન બોક્સનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. લોકોની રજૂઆતની સાથે ગુનાખોરી અટકાવવા લોકોનો અભિપ્રાય જાણવા બગીચા, વોક-વે સહિતનાં જાહેર સ્થળો પર સજેશન બોક્સ મુકવામાં આવ્યાં છે. સજેશન બોક્સમાં શહેરીજનો પોતાની રજૂઆતો, ફરીયાદો, મંતવ્યો મુકી શકે છે અને જે તે પોલીસ સ્ટેશનનાં પીઆઇ તેમના ઉપરી એસીપી અને ડીસીપી પોતાની વિઝીટ દરમિયાન સજેશન બોક્સ ખોલી તેમાંથી નીકળેલી રજૂઆત, સૂચનો અને ફરીયાદને ગંભીરતાથી લઇ તાત્કાલિક નિવારણ કરવામાં આવે છે. હાલમાં સુરત પોલીસ દ્વારા મોર્નીંગ વોક અને પરેડ ઉપરાંત સાઇકલીંગ થકી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. તેમ છતાં હજી પણ એવાં કેટલાક શહેરીજનો છે જે પોલીસથી રૂબરૂ થવા માટે સંકોચ કે તાળી અનુભવી રહ્યાં છે. આ અંગે સુરત પોલીસ કમિશ્નર અજયકુમારે તોમરે જણાવ્યું હતું કે સજેશન બોક્સમાંથી દીકરીઓ કે મહિલાઓની છેડતી, ટ્રાફિકનાં પ્રશ્નો કે પોલીસ વિભાગની કામગીરી હજી વધારે બહેતર બની શકે એ માટેનાં સૂચનો મળી રહ્યાં છે અને એ અંગે કાયદાની જોગવાઇ પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
ઘોડદોડ રોડનાં જોગર્સ પાર્ક ઉપર મુકવામાં આવેલું સજેશન બોક્સ ખોલતાં તેમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું કે પી.આઇ સાહેબ મારી સાથે ખોટું થઇ રહેલ છે, મને કપડાના ધંધાનાં કામથી બોલાવી એક મહિલા ઘરમાં હતી અને પાછળથી એક પોલીસવાળા જમાદાર અને બીજા બે માણસો આવી મને ધમકાવી, લાફો મારી પૈસાની માંગણી કરી છે. મને ઇજ્જતની બીક છે અને મને મદદ કરો અને નીચે મોબાઇલ નંબર લખ્યો હતો. ઉમરા પોલીસે નંબર પર સંર્પક કરી કાપડ દલાલની ફરીયાદ નોંધી હનીટ્રેપમાં ફસાવનાર વિવાદાસ્પદ હેડ કોન્સ્ટેબલ જયેશ લાઘુ આહીર સહિતની ટોળકીને ઝડપી પાડી હતી.
ઉધના-મગદલ્લા રોડ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નજીક મુકવામાં આવેલાં સજેશન બોક્સમાંથી એક ચિઠ્ઠી નીકળી હતી. જેમાં લખ્યું હતું કે વી.આર. મોલ, વેસુ અને પીપલોદ વિસ્તારમાં સ્પોર્ટસ બાઇકની રેસ લગાવતા યુવાનોનું ન્યુસન્સ છે. જેનાથી મુકત કરાવવાં જણાવ્યુ હતું. જેથી પોલીસે તાત્કાલિક રાહે કાર્યવાહી કરી રેસ લગાવી ન્યુસન્સ કરનાર 11 બાઇકર્સને પકડીને કાયદાનાં સકંજામાં લીધાં હતાં.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત
More Stories
જુનાગઢના ભેસાણ તાલુકા ની સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-બરવાળામાં “Tally Accounting, GST income Tax અને Tax Planning” વિષય પર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર. ચંદ્રવાણ ગામના પાટીયા પાસેથી ઇકો ગાડી માંથી રૂપિયા ૪૩,૯૦૦/= નો વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો.નેત્રંગનો બુટલેગર વોન્ટેડ.
*અબડાસા તાલુકાના આઈ. સી. ડી. એસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી.*