ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી દિવસોમાં ભાજપનાં નિરીક્ષકો આવી રહ્યા છે તે પહેલાં જ લિંબાયતમાં વર્તમાન ધારાસભ્યને બદલવાં માટેની માગણી સાથેનાં બેનર જાહેર રસ્તા પર દેખાતાં રાજકારણ ગરમાયું છે. મરાઠી ભાષામાં લખાયેલા બેનરમાં કહેવાયું છે કે જો પરિવર્તન ન લાવાવમાં આવે તો નોટા પર મતદાન કરાશે. આવા પ્રકારના બેનર વર્તમાન ધારાસભ્ય નારાજ ભાજપનાં જ કેટલાક અસંતુષ્ટોએ બેનર લગાવ્યાં હોવાની અટકળો થઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન સાથે આગામી દિવસોમાં ભાજપનાં નિરીક્ષકો પણ સુરત આવી રહ્યા છે. ચૂંટણી લડવા માટે વર્તમાન ધારાસભ્ય અને દાવેદારો નિરીક્ષકો સામે પોતાનો મજબૂત દાવેદારી કરશે. જ્યારે બીજી તરફ કેટલાક વિસ્તારમાં વર્તમાન ધારાસભ્યનો પોતાનાં જ પક્ષના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારે ભાજપના ગઢ એવાં લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલનાં વિરોધમાં બેનર લગાવવામાં આવ્યાં છે.લિંબાયતનાં સંજય નગર અને નીલગીરી સર્કલ સહિતનાં વિસ્તારોમાં સંગીતા પાટીલ વિરૂધ્ધ મરાઠી ભાષામાં પ્રદેશ પ્રમુખને સંબોધીને બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં સંગીતા પાટીલનાં બદલે અન્ય સ્થાનિક ઉમેદવારને વિધાનસભાની ટિકીટની ફાળવણી કરવા માટે આવી છે. સંગીતા પાટીલનાં બદલે અન્ય ઉમેદવારની પસંદગી નહીં કરવામાં આવે તો નોટાને મત આપવાની પણ ચીમકી આપવામાં આવી છે. ભાજપના ગઢ એવા લિંબાયતમાં સ્થાનિક ધારાસભ્યનો વિરોધમાં લાગેલાં બેનરનાં કારણે રાજકીય માહોલ ગરમાયો છે. આ પ્રકારની હરકત ભાજપનાં જ કેટલાક નારાજ કાર્યકરો દ્વારા કરવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,