September 6, 2024

સુરત માં દિવાળીનાં તહેવારને લઈને પોલીસ એલર્ટ, લોકોએ પણ શું સાવચેતી રાખવી જોઈએ, પોલીસ કમિશનરની અપીલ

Share to





દિવાળીનાં તહેવારને લઈને સુરત પોલીસ એલર્ટ પર છે. નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં દિવાળીની ઉજવણી કરી શકે તે માટે સુરત પોલીસને એલર્ટ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં પોલીસ તરફથી પેટ્રોલીંગ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ પોલીસ કર્મચારીઓ જોડાયા છે. દિવાળીના તહેવાર દરમિયાન કેવી કામગીરી થશે તેની માહિતી આપવા પોલીસે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.આ ઉપરાંત લોકોને શું ધ્યાન રાખવું તેની માહિતી પણ આપવામાં આવી હતી.
દિવાળીના તહેવારને લઈને પોલીસ તંત્ર એલર્ટ
સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે દિવાળીના અવસર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તહેવારની રંગારંગ ઉજવણી થાય તે માટે પોલીસ સતર્ક છે. તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓને વિગતવાર આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. ગુનાહિત તત્વો સામે કાર્યવાહી કરવા અને સામાન્ય નાગરિકોને પોલીસ તરફથી સતત મદદ અને હુંફ આપવાનું આયોજન છે.પોલીસ કમિશનરે મોટા ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી પોલીસ કમિશનરે દિવાળીના તહેવારને લઈને જ્વેલર્સ, આંગડિયા પેઢીઓ અને બેંક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ લોકો દ્વારા લેવાતી સાવચેતી વિશે પણ માહિતી આપી હતી. સંવેદનશીલ સ્થળોએ પોલીસ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બજારો અને જાહેર સ્થળોએ ઝપાઝપી કે અન્ય ગુનાઓ અટકાવવા માટે પણ પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત હોટલ, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન સહિતના મહત્વના પોઈન્ટ અને વિસ્તારોમાં પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પીસીઆર વાન, બાઇક અને સાયકલ પર પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરની ચેકપોસ્ટ પર પણ વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.બેંકો, એટીએમની આસપાસ બનતાં ગુનાઓ અટકાવવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પોલીસ કંટ્રોલરૂમમાં સીસીટીવી કેમેરા પર ઝીણવટભરી નજર રાખવાં માટે ખાસ ટીમ પણ બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત રાત્રિનાં સમયે પેટ્રોલિંગ પણ ચુસ્ત કરી દેવામાં આવ્યું છે.


રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Share to