*ભરૂચની જનતાને ભેટ, બુલેટ ટ્રેનનો સ્ટોપેજ ભરૂચ જિલ્લાને મળશે – ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલ*
*ભરૂચ જિલ્લામાં અંદાજિત રૂા. ૫૨૪૨.૨૫ લાખની રકમના વિવિધ યોજનાના કામોના ઈ-ભૂમિ -પૂજન અને ખાતમુહુર્ત કરાયા*
ભરૂચ: શુક્રવાર: પંડિત ઓમકારનાથ હોલ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશ્વાસથી વિકાસયાત્રાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થયા બાદ સ્ટેટ ઉપરના મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કરાયું હતું. ત્યારબાદ દીપપ્રાગ્ટય કરી સમારંભને ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ભરૂચ જિલ્લાની ચારેય નગરપાલિકા અને નવ તાલુકાઓમાં અંદાજિત રૂા. ૫૨૪૨.૨૫ લાખના વિવિધ યોજનાના કામોના ઈ-ભૂમિ પૂજન અને ખાત -મુહુર્ત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલે ઉદબોધન કરતા બુલેટ ટ્રેનનો સ્ટોપેજ ભરૂચ જિલ્લાને મળવાનો છે. તે ભેટ બદલ તેમણે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે જિલ્લાને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાનો પણ ચિતાર વર્ણવ્યો હતો. વધુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાડભૂત બેરેજના કારણે સમગ્ર ભરૂચ જિલ્લાના પીવાના પાણીની સમસ્યાનું સરળતાથી નિરાકરણ આવી જશે. વધુમાં તેમણે દેશનું ભવિષ્ય જેમના હાથમાં છે તેઓની દરકાર કરતી રાજ્ય સરકારના અથાક પ્રયત્નો થકી અનેક યુનિવર્સીટી કાર્યરત કરવામાં આવી. જેથી કરીને ધોરણ-૧૨ પછી પણ તેઓને અન્ય રાજ્ય કે દેશમાં અભ્યાસ અર્થે સ્થળાતંર ન થવુ પડે.
વધુમાં, તેમણે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવતા જણાવ્યું કે, ભરૂચ જિલ્લો ખરેખર નસીબવંતો જિલ્લો છે. જે પરિણામ સ્વરૂપે જંબુસર તાલુકામાં ભારતનો સૈાથી માટો બલ્ક ડ્રગ સ્થાપવામાં આવશે. જેના પરિણામ સ્વરૂપે આગામી સમયમાં દવા ઉત્પાદન માટેનો કાચો માલ ભરૂચ જિલ્લો પૂરો પાડશે. ભરૂચ આવનારા સમયમાં સૌથી વધુ વિકસતા શહેર તરીકેની ખ્યાતી મેળવવા જઈ રહ્યું છે તેવી નેમ શ્રી દુષ્યંત પટેલે વ્યક્ત કરી હતી.
ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવાએ પ્રસંગની અનુરૂપ પ્રસંન્નતતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દુરંદેશીતાને કારણે ભારત સમુધ્ધ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે. સમુધ્ધ ભારત અને આત્મનિર્ભર ભારત બનવા તમામ નાગરિકોએ પ્રયત્નો કરવા જોઈએ. આજના સમયની માંગ પ્રમાણે વિજ્ઞાન, તકનિકી અભ્યાસક્રમ તેમજ અંગ્રેજી શિક્ષણ પર ભાર મૂકવા જણાવ્યું હતું.
કાર્યક્રમના અંતે, વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જ્યાં મુખ્યમંત્રીશ્રીનું લાઈવ વ્યકત્વ સૌએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા વગેરે પદાધિકારીઓન ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી એન.આર.ધાધલ, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત ઓફિસરો, તાલુકાના મામલતદાર, ટીડીયો તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ,તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિ રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
( બોક્ષ )
*રૂા. ૯૦ લાખની કિંમતનું અધ્યતન “ટેકનોલોજીથી સજજ ફાયર વોટર ટેન્કર ભરૂચ નગરપાલિકાને ફાળવવામાં આવ્યું*
૦૦૦૦૦૦૦૦૦૦
ગુજરાત રાજય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી ગાંધીનગર ઘ્વારા રાજય સરકારશ્રીની ગ્રાન્ટ હેઠળ અંદાજિત રૂા.૯૦ લાખ ની કિંમતનું અધ્યતન “ટેક્નોલોજીથી સજજ ફાયર વોટર ટેન્કર ૧૨,૦૦૦ લીટર ભરૂચ નગરપાલિકાને ભરૂચ જિલ્લા માટે ફાળવવામાં આવી છે. જેને પંડિત ઓમકારનાથ હોલ ભરૂચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ દ્વારા પૂજા-અર્ચના કરાઈ હતી. ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ, અને નગર પાલિકા પ્રમુખ અમીત ચાવડાએ નારીયેળ વધેરી ફાયર વોટર ટેન્કરને લીલીઝંડી બતાવી લોકાર્પણ કર્યું હતું.
More Stories
બોડેલીની છોટાઉદેપુર જિલ્લાની મુખ્ય ઓરસંગ નદી પર ના બ્રિજ પર નો રોડ ખાડા થી ભરપૂર અને ખખડધજ હોય વાહન ચાલકો રોજિંદી મુશ્કેલી ભોગવી રહ્યા છે.
બોડેલી ખત્રી વિદ્યાલય પાસે ના રસ્તા પર ના તૂટેલા ઢાંકણ સ્કૂલના વિદ્યાર્થીઓને જોખમ
બોડેલી ના ઢોકલીયા કોતર પર આવેલ કોઝવે ધોવાણ થઈ તૂટી જતા રાહદારીઓ પસાર થવામાં ખુબ મુશ્કેલી