September 7, 2024

ડિંડોલીમાં સોસાયટી બહાર બેનરો લાગ્યાં : રાજકીય પાર્ટી અને નેતાઓનો પ્રવેશ નિષેધ

Share to






ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ને ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે સુરતમાં બેનર વિરોધ પ્રથાં શરૂ થઈ છે. ડિંડોલી વિસ્તારમાં કોઈ પણ રાજકીય પાર્ટીઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવાં લખાણવાળા બેનરો લાગતાં રાજકારણ ગરમાયું છે.ગુજરાતની ચૂંટણી નજીક આવતા હવે બેનરો લાગતાં રાજકારણ ગરમાઈ રહ્યું છે.
ડિંડોલી વિસ્તારની ખોડીયાર નગર સોસાયટીની બહાર દર વખતની જેમ બેનરો લાગ્યાં છે. જેમાં કોઈ પણ પક્ષનાં નેતા કે રાજકારણનાં લોકોએ સોસાયટીમાં પ્રવેશ ન કરવાનું લખાણ લખાયું છે. જેને લઇને આ વિસ્તારમાં ત્રીપાંખિયો જંગ જોવાં જેવો હશે.ઉલ્લેખનીય છે કે ચોર્યાસી વિધાનસભામાં આવનાર આ સોસાયટી અને તેની આસપાસનાં વિસ્તારો ભાજપનો ગઢ ગણાય છે. ત્યાં આ પ્રકારનાં બેનરો લાગતાં સુરતનાં રાજકારણમાં ગરમાટો આવ્યો છે. જો કે બેનરો કોણે અને કયાં આશય થી લગાવ્યાં છે તેની માહિતી હાલ સામે આવી નથી.



રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Share to

You may have missed