September 7, 2024

સેઝમાંથી DRIએ 3 કિલો ગોલ્ડ 122 કેરેટ હીરા અને બ્રાન્ડેડ ઘડિયાળો જપ્ત

Share to






સેઝમાંથી મોકલલામાં આવતા તમામ પાર્સલનુ ફરજીયાત તપાસ નહીં કરવાનાં નિયમનો લાભ કેટલાક કૌભાંડીઓ ઉઠાવી રહ્યાં છે.કારણ કે સચીન સેઝનાં એક યુનિટમાંથી સ્ટીલના બ્રેસલેટના બદલે 3 કિલો સોનુ, 122 કેરેટ હિરા અને બ્રાન્ડેડ કંપનીની ઘડીયાળો મોકલીને કરચોરી કરવામાં આવતી હોવાથી ડીઆરઆઇએ દરોડા પાડીને તેને કબ્જે કરી છે. ડીઆરઆઇનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ સેઝ સ્થિત એક પેઢીના સંચાલકો દ્વારા સ્ટેનલેસ સ્ટીલ બ્રેસલેટના નામે મિસ ડિક્લેરેશન કરી અમેરિકાથી 3 કિલો ગોલ્ડ,122 કેરેટ હીરા અને બ્રાન્ડેડ ઘડિયાળ ઇમ્પોર્ટ કરવામાં આવી રહી છે તેવી વાતમી અધિકારીઓને મળી હતી. જેનાં આધારે અધિકારીઓ સોમવારે સંબંધિત પેઢીમાં દરોડા પાડયાં હતા. તપાસ દરમિયાન પેઢીમાંથી 3 કિલો ગોલ્ડ. 122 કેરેટ હીરા અને બ્રાન્ડેડ ઘડિયાળ મળી આવી હતી. આ તમામની કુલ કિંમત 1.75 કરોડ રૂપિયા છે. ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું માનવું છે કે મિસ ડિક્લેરેશન કરી આયાત કરવામાં આવતું સોનું સ્થાનિક બજારમાં વેચી નાખવામાં આવતું હતું. જોકે સેઝના કાયદા અનુસારવિદેશથી આયાત કરવામાં આવતી વસ્તુ પર વેલ્યુ એડિશન કરી તેને ફરીથી એક્સપોર્ટ કરવી પડે છે, પરંતુ અહીં પેઢીનાં સંચાલકો સ્થાનિક બજારમાં ઊંચી કિંમતે વેચી નાખતાં હતા. ડીઆરઆઇ ડિપાર્ટમેન્ટનું માનવું છે કે અગાઉ પણ ખોટા નામે આયાત કરી સ્થાનિક બજારમાં વેચી નાખવામાં આવતું હતું. આ કેસમાં અત્યાર સુધી કોઇની ધરપકડ થઇ નથી. જો બે કરોડ રૂપિયાથી વધુનો માલ ડિટેઇન કરવામાં આવે તો ધરપકડ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમયમાં જ ડીઆરઆઇ દ્વારા સ્મગલિંગ અને મિસ ડિક્લેરેશન કરી આયાત કરવામાં આવતાંં 200 કરોડ રૂપિયાનાં હીરા, બ્રાન્ડેડ ઘડિયાળ ડિટેઇન કરી કેસો કરવામાં આવ્યાં છે.



રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Share to

You may have missed