દીવાળી પર્વ પર બજારમાં અલગ અલગ મીઠાઈની બોલબાલા જોવાં મળતી હોય છે ત્યારે શહેરમાં હાલ પ્રખ્યાત મીઠાઈ વિક્રેતાની તુલસી, પિસ્તા, કેસર મિશ્રિત મીઠાઈની ડિમાન્ડ જોવાં મળી રહી છે. રૂ.૯૦૦૦ પ્રતિ કિલોગ્રામે મળતી આ ગોલ્ડન સ્વીટ વિદેશમાં પણ મોકલવામાં આવી રહી છે.
સુરતનાં ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનમાં આ ગોલ્ડન મીઠાઈ દેશવિદેશમાં વેચાઈ રહી છે.
ગોલ્ડન સ્વીટ માટે ખાસ પેકેજીંગ પણ કરવામાં આવ્યું છે જે મીઠાઈ ખાનાર વ્યક્તિને રોયલ હોવાનો અનુભવ કરાવે છે. આ મીઠાઈમાં સોનાની વરખનો પણ સમાવેશ છે. જે લોકોનાં આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.મેનેજર પ્રદીપભાઈએ કહ્યું કે, આ ગોલ્ડન મીઠાઈ સૌથી મોંઘાં ડ્રાયફ્રુટથી બનાવવામાં આવે છે. તેમાં હાઈ ક્વોલિટી કાજુ, જમ્મુનું કેસર હોય છે. આ ગોલ્ડન મીઠાઈને પહેલાં મશીનથી બનાવવામાં આવે છે અને ત્યારબાદ હાથથી આકાર આપવામાં આવે છે. એમાં પણ ત્રણ પ્રકારની વેરાયટી છે. તુલસી ગંગા, કેસર કુંજ, સ્પેશિયલ નરગીસ અને અનાર ડાયમંડ નામ વાળી ગોલ્ડન મીઠાઈ. તુલસી ગંગામાં તુલસીનો સ્વાદ આવે છે. કેસર કુંજ પ્યોર ડ્રાયફ્રુટથી તૈયાર છે. નરગીસમાં બદામ, પિસ્તા અને કેસર મિક્સ છે. ફ્રીજ વગર પણ આ મીઠાઈ પંદર દિવસ સુધી સારી રહે છે. જેથી લંડન, કેનેડા,અમેરિકા અને ઓસ્ટ્રેલિયા દેશોમાંથી આ મીઠાઈનાં ઓર્ડર આવે છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,